Connect Gujarat
Featured

અમદાવાદ: ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં બે ઉમેદવારના નામ જાહેર કર્યા, વાંચો કોણ છે જેમને મળી ટિકિટ

અમદાવાદ: ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં બે ઉમેદવારના નામ જાહેર કર્યા, વાંચો કોણ છે જેમને મળી ટિકિટ
X

ભાજપે રાજયસભાની બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યાં છે. આ ચૂંટણીમાં ભાજપે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને ટિકીટ આપી છે. ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રામભાઈ મોકરિયા જાણીતી મારુતિ કુરિયર સર્વિસના માલિક છે અને આજે તેઓનો 61મો જન્મ દિવસ પણ છે. તેઓનો જન્મ પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અનેક સંઘર્ષો બાદ તેઓએ મારુતિ કુરિયર સર્વિસની સ્થાપના કરી હતી અને તે આજે જગ વિખ્યાત છે. તો દિનેશ પ્રજાપતિ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે અને તેઓ ડીસાના છે.દિનેશ પ્રજાપતિ યુવાવયથી ભાજપમાં કાર્યકત છે. રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે.

Next Story