-
ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન
-
સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજન
-
ટેકફેસ્ટ 2026નું આયોજન
-
બે દિવસ યોજાયો કાર્યક્રમ
-
3 હજાર વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે બે દિવસીય ટેકફેસ્ટ 2026ના આયોજનમાં દેશભરમાંથી 3000 છાત્રોએ ભાગ લીધો હતો.ભરૂચ જિલ્લાની સરકારી ઈજનેર કોલેજ ખાતે સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રકક્ષાના ટેકફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. GEC ના બે દિવસીય ટેકટોનિક વાર્ષિક કાર્યક્રમમાં રાજ્ય અને દેશના 3000 જેટલાં વિધાર્થીઓએ ભાગ લીધો છે. અને 25 જેટલા ઇવેન્ટ્સ અને 70 જેટલા વિવિધ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા છે.
ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ સાથે રાજ્ય અને દેશની અન્ય કોલેજના વિધાર્થીઓએ પોતાની સૂઝબુઝ અને આવડતથી પોતાના પ્રોજેક્ટસ રજૂ કર્યા છે. તમામ પ્રકારના અલગ અલગ ટેક્નિકલ તેમજ નોન ટેકનિકલ પ્રોજેક્ટસ વિધાર્થીઓ દ્વારા રજૂ કરાયા છે. જેમાં ડ્રોન ટેક્ષી, ડ્રિંકિંગ અને સુએજ પાઇપલાઇન સેન્સર પ્રોજેક્ટ સહિતના પાઇલોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
