Connect Gujarat
દેશ

ધાર્મિક સ્થળોની યાત્રા માટે રેલવેએ લોન્ચ કરી ભારત દર્શન ટ્રેન

ધાર્મિક સ્થળોની યાત્રા માટે રેલવેએ લોન્ચ કરી ભારત દર્શન ટ્રેન
X

ભારતીય રેલવેએ પવિત્ર યાત્રાધામોના પ્રવાસ માટે એક ખાસ ભારત દર્શન ટુરિસ્ટ ટ્રેન લોન્ચ કરી છે. જે શ્રદ્ધાળુઓને શિરડી, તિરૂપતિ, જગન્નાથપુરી, ગંગાસાગર, વારાણસી અને વિવિધ જ્યોર્તિલિંગનો પ્રવાસ કરાવશે.

10 કોચ ધરાવતી આ ટ્રેનની પહેલી સફર ઇસ્ટ દર્શન 8મેના રોજ કરવામાં આવશે. જે ચંડીગઢથી શરૂ થઇને દિલ્હી, કોન્ટોનમેન્ટ, જગન્નાથપુરી, ગંગાસાગર, બૈદ્યનાથ ધામ, ગયા, બનારસ અને અયોધ્યાનો પ્રવાસ કરાવશે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક જાણીતી ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું હતું કે આ ટ્રેન માટેના બુકીંગ IRCTC દ્વારા કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે તેમના પોસાય તેવા દરે યાત્રા કરાવવામાં આવશે.

આ ટ્રેન દ્વારા સાત જ્યોર્તિલિંગ અને દક્ષિણ તેમજ શિરડીની યાત્રા પણ કરાવવામાં આવશે. પૂર્વ અને દક્ષિણ ભારત તથા જ્યોર્તિલિગના દર્શન માટે અલગ-અલગ પેકેજ રાખવામાં આવ્યા છે.

આ ટ્રેનના પેકેજમાં વ્યક્તિ દીઠ પ્રતિદિન 830 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. જેમાં ટ્રેનની મુસાફરી, રોડ ટ્રાન્સપોર્ટેશન, રહેવાની અને જમવાની સુવિધા અને સાઇટસીઇંગનો સમાવેશ થાય છે.

Next Story