વિશ્વભરમાં 14 જૂનના રોજ વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસેસ્ન્ટ સોસાયટી દ્વારા 2004માં આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
14 જૂન એ નોબલ પ્રાઇઝ વિજેતા કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિન છે. જેમને બ્લડનું એબીઓ ગૃપ શોધવા બદલ નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
આપણા દેશમાં દર વર્ષે 5 કરોડ યુનિટ બ્લડની જરૂરિયાત ઊભી થાય છે. જેમાંથી માત્ર 80 લાખ યુનિટ બ્લડ જ એરેન્જ થાય છે. મોટાભાગની હોસ્પિટલ્સમાંથી ઓ બ્લડ ગૃપ લોહીની ડિમાન્ડ થતી હોય છે.
બ્લડ સપ્લાય વિશે કેટલીક હકિકતો
– લોહીનું નિર્માણ થઇ શકતું નથી.
– ઓ નેગેટીવ બ્લડ ગૃપ ધરાવતા લોકોનું બ્લડ કોઇને પણ આપી શકાય છે.
– એબી પોઝિટીવ બ્લડ ગૃપ ધરાવતા લોકો કોઇનું પણ બ્લડ લઇ શકે છે.
બ્લડ ડોનેશન અંગેનું તથ્ય
– જે લોકો બ્લડ ડોનેટ કરે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ કોઇની મદદ કરવા માંગે છે.
– જે લોકો ડોનેટ કરતા નથી તેના મુખ્ય બે કારણ છે. એક તેમણે આ વિશે ક્યારેય વિચાર્યું હોતું નથી. બીજું કેટલાક લોકોને નીડલથી ડર લાગતો હોય છે.
– બ્લડ ડોનેટ કરવાવાળા લોકો લોહીનું દાન કરે છે અથવા લોહીમાં રહેલા કેટલાક ખાસ સેલનું દાન કરે છે.
– સૌપ્રથમવાર 18 વર્ષે બ્લડ ડોનેટ કર્યું હોય તો 60 વર્ષની ઉંમર સુધી દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરી શકાય છે.
– ભારતની કુલ વસ્તીમાંથી માત્ર 7 ટકા લોકોને ઓ નેગેટીવ ટાઇપનું બ્લડ ગૃપ છે.
– 35 ટકા લોકોને ઓ બ્લડ ગૃપ (બંને પોઝિટીવ અને નેગેટિવ) ધરાવે છે.
– માત્ર 0.4 ટકા લોકો એબી પોઝિટીવ બ્લડ ગૃપ ધરાવતા હોય છે.
જો બ્લડ ડોનેશનમાં વધુ પ્રમાણમાં લોકો જોડાય તો ઘણાં લોકોનું જીવન બચાવી શકાય છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/ad91dfa7-15f7-4119-9886-ebfe562df058.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/7bf61a97-0677-4af6-a6e7-dd1d19f82e38.jpg)