Connect Gujarat
ગુજરાત

આતંકી હુમલાના કારણે યુરોપ ટુર માટેના બુકીંગમાં ઘટાડો

આતંકી હુમલાના કારણે યુરોપ ટુર માટેના બુકીંગમાં ઘટાડો
X

યુરોપમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા આતંકવાદી હુમલાઓને કારણે યુરોપના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર થઇ છે.

યુરોપના પ્રવાસ ટાળનારા લોકોમાં ગુજરાતીઓ પણ મોખરે છે. તેથી, આ વખતે વેકેશનમાં યુરોપના ટુર માટે બુકિંગનું પ્રમાણ ઘટ્યું છે. આ વર્ષે યુરોપની ટુર માટે થયેલો ઘટાડો 30 ટકા જેટલો છે.

દર વર્ષે ગુજરાતમાંથી 10,000 થી 15,000 લોકો યુરોપની મુલાકાત લે છે. પરંતુ છેલ્લા 1-2 મહિનામાં યુરોપમાં થયેલા છ આતંકી હુમલાઓથી પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે.

ટુર ઓપરેટર્સના જણાવ્યા મુજબ પ્રવાસીઓ યુરોપના બદલે અમેરિકા, માલદીવ્સ, દુબઇ અને રશિયા પર પસંદગી ઉતારી રહ્યા છે. હાલમાં તુર્કીમાં પણ પરિસ્થિતી વણસેલી હોવાથી પ્રવાસીઓ આરબ દેશોની મુલાકાત પણ ટાળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બ્રસેલ્સ, નિસ અને ફ્રાન્સમાં આતંકવાદી હુમલાઓ કરવામાં આવ્યા હતા.

Next Story