Connect Gujarat
દુનિયા

2017નાં વર્ષ દરમિયાન કાર્બન ઉત્સર્જનમાં બે ટકાનો વધારો

ગ્લોબલ કાર્બન પ્રોજેકટનાં અહેવાલ મુજબ 2017ના વર્ષમાં કાર્બન ઉત્સર્જન 2 ટકા વધ્યું છે. આ અંગેના સ્ટડીમાં જણાવ્યા મુજબ જીવાશ્મ બળતણ અને ઉધોગો ના લીધે હવામાં કાર્બનનો વધારો ચિંતાજનક છે. વિશ્વમાં 40 અબજ ટન કાર્બન પેદા થાય છે તેમાંથી 37 અબજ ટન માટે જીવાશ્મ બળતણ અને ઉધોગો જવાબદાર છે.

2017નાં વર્ષના અંતમાં માનવીય ક્રિયાઓના લીધે કાર્બનું ઉત્સર્જન 41અબજ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. આથી પૃથ્વીના તાપમાનને 2 ડિગ્રી જેટલું ઘટાડવાના પ્રયાસો પર વિપરિત અસર પડી શકે છે. અને આ બાબતને નિષ્ણાંતો ચિંતાજનક કહી રહ્યા છે.

Next Story