Connect Gujarat
ગુજરાત

રાજકોટની કો.ઓપરેટીવ બેંકમાં RBI દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરાતા સતાધીશોમાં ફફડાટ 

રાજકોટની કો.ઓપરેટીવ બેંકમાં RBI દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરાતા સતાધીશોમાં ફફડાટ 
X

રાજકોટની ત્રણ જેટલી સહકારી બેંકમાં આરબીઆઈ દ્વારા ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યુ છે.

રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક, ધરતી બેંક, અને વિજય કોમર્શીયલ બેંકમાં રીઝર્વ બેંકની ત્રણ ટીમ દ્વારા ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યુ છે.

તારીખ 10મી ની રાતથી શરુ થયેલુ આરબીઆઈનું ઇન્સ્પેકશન બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા વર્તાય રહી છે. સામાન્ય રીતે સમયાંતરે આરબીઆઈ દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવતુ હોય છે.પરંતુ આ ઇન્સ્પેકશનમાં ખાસ નોટબંધી બાદના વ્યવહારો અને ખાતાઓ પર તપાસ હાથ ધરવામા આવી છે. નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા મોકલવામાં આવેલા પરિપત્રો અને આદેશો અનુસાર તમામ કાર્યવાહી થઇ છે કે કેમ તે અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story