Connect Gujarat
ગુજરાત

ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં ભક્તોએ અબીલ ગુલાલની છોડો ઉડાડીને હોળી પર્વ મનાવ્યુ

ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં ભક્તોએ અબીલ ગુલાલની છોડો ઉડાડીને હોળી પર્વ મનાવ્યુ
X

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા ધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ,અને ભક્તોએ મંગળા આરતીના દર્શન સહિત ધુળેટી પર્વની ઉજવણી કરીને ધન્યતા અનુભવી હતી.

ડાકોર

શ્રી રણછોડરાય ના ડાકોર યાત્રાધામમાં ફાગણી પૂનમ એટલેકે હોળી પર્વની ઉજવણી નું અનેરું મહત્વ છે,ભક્તો અહીંયા રંગોત્સવની ઉજવણી કરીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે પર્વની ઉજવણી કરી હોવાનો અહેસાસ કરે છે,એટલે કે જાણે વ્રજભુમિમાં હોળી રમ્યા હોય તેવી અનુભૂતિ કરે છે.

ફાગણી પૂનમ ના આ તહેવારની ઉજવણી અર્થે અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે લોકો દૂર દૂર થી સંઘમાં પગપાળા યાત્રા કરીને પણ પહોંચ્યા હતા.

રંગોત્સવમાં મંગળા આરતીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી,જ્યારે મંદિરમાં અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભક્તોએ જય રણછોડ માખણ ચોર,ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના ગગનભેદી નાદ સાથે રંગોત્સવ મનાવ્યો હતો.

Next Story