Connect Gujarat
બ્લોગ

જાણો રવિવારે શું ઈચ્છે છે ગુજરાતી પત્નીઓની - કહાની હર કુમાર કી

જાણો રવિવારે શું  ઈચ્છે છે ગુજરાતી પત્નીઓની - કહાની હર કુમાર કી
X

ગ્રામીણ ગુજરાતની વાત કરીએ તો પોતાની જ્ઞાતિના જ ગામમાં દીકરીના લગ્ન કરવાનું ચલણ મોખરે રહ્યુ છે. ગામમાં પાણીની સુવિધા હોવી જોઈએ, પતિ સરકારી કર્મચારી હોવો જોઈએ સસરા વ્યસનના આધીન ના હોય તો ઘણુ સારું અને નાનું કુટુંબ હોય તો દીકરીને કામ ઓછું કરવુ પડે તે પ્રત્યેક પિતા દીકરીની સાસરી ગોતતા પેહલા વિચારતા હોય છે.

શહેરી ગુજરાતમાં પિતાની માનસિકતા કંઈ વધારે બદલાઈ નહિ જતી બસ થોડો ફરક જરૂર આવી જાય છે.અમુક નિયમો જેમકે - મારી દીકરી બઉ ઘૂંઘટ નહિ રાખે - મારી દીકરી ભણેલી છે એટલે નોકરી તો કરશેજ - ઘર માં નોકર છે કે નહિ તેની પણ અમુક પિતા તો ખાતરી કરાવતા હોય છે. શહેરી વિસ્તારમાં દીકરીનો વર ગોતવો હવે અઘરો પડે છે પણ દીકરી દ્વારા શોધવામાં આવેલા કુમારને ચકાસવું વધારે પડતુ હોય છે. દીકરીના ગોતેલા કુમારને પાછું કુમાર કેહવું સસરાને પણ ફાવતુ ના હોય અને કુમાર પણ કઈ સસરા જાહેર માં કુમાર ના કહી નાખે તેની મૂંઝવણ માં હોય એટલે વાત શરુ કરતા પહેલા જ how are you sir કહી દે.

આતો હતી પિતા પીડા પણ હવે વાત કરીએ પત્નીને રવિવારે પતિ તરફતી વધુ પડતી અપેક્ષાઓ ની. આમ તો વધુ પડતી ગુજરાતી પત્નીઓ શનિવાર અને રવિવાર પોતાની સાસરી માં નહિ પણ પિયરમાં પિતા અને ભાઈ બેહનો સાથે માણવાનું વધુ પસંદ કરતી હોય પણ પિયર જવાની વાત સાસરીમાં કરતાની સાથે જ સાસુમાની તેજ તરાર આંખો અને સસરાની ચિકની ચુપડ઼ી વાતો થી બિચારી વહુ ઓગળીને ગોળ જેવી થઇ જાય અને પછી વેઠવું પડે બિચારા પતિદેવ ને.

જો પિયર જવાનું નહિ મળે તો પત્નીની અપેક્ષા પતિ માટે ખાસ રવિવારે તો વધી જાય. "આજે રજા છે તો દાઢી કરવામાં સમય ના બગાડો અને મને ચોરસો બદલવામાં મદદ કરો, આ શું નહ્યા બાદ ટુવાલ રૂમમાંજ નાખી દીધો તમે કોઈ દિવસ નહિ સુધરો - બસ આવીજ કઈ વાતો થી રવિવારની શુરુઆત થતી હોય છે સામાન્ય ગુજરાતી ઘરે.

નાના દાઢી નથી કરતો ખાલી અરીસામાં જોવુ છુ - અને હા તું ચિંતા ના કર હું ચોરસો પણ બદલી નાખીસ અને ટુવાલ ની સાથે સાથે બધા કપડા પણ સુકવી નાખીસ તું બસ શાંતિ રાખ - પતિ નજર ચૂકવી ને જવાબ આપી જગ્યા છોડી દે છે. આ સમયે પતિના મગજમાં ઘણુ ચાલતું પણ હોય પણ સત્તા આગળ શાણપણ ના થાય એટલે મજકુર પતિ કામે લાગે.

પત્ની પણ ખોટીતો નથીજ હોતી એ પણ પતિના દિમાગમાં હોયજ છે પણ સ્નાન કર્યા બાદ ટુવાલ બહાર જઈ ને સુકવું એ ટેવ પાડવી મુશ્કિલ પણ છે.

રવિવારે ખાટલા પર પગ ઉપર પગ ચઢાવી ટીવી માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં જોતા પતિઓ ની તો બઉજ ખરાબ હાલત થાય જયારે પત્ની ધીરે થી નજીક આવી ને કે " બધા એ ન્હાયી લીધું છે અને આજે કામ વાળી પણ નથી આવી જાઓ ને જરાક ટોયલેટ સાફ કરી દો ને ઓલા સામે વાળા પટેલકાકા તો આટલી ઉંમરે પણ ઘરના બધાજ ટોયલેટ બાથરૂમ પોતેજ સાફ કરે છે " આ પ્રેમ થી કિધેલી વાત કાળજે તો પતિ ને લાગેજ છે પણ શું બોલાય રવિવારે મદદ તો કરવીજ પડે.

ત્રીજી સૌથી મોટી વાત રવિવારે પત્નીની હોય છે કે "ચાલો બધાએ જમી લીધુ હવે આપણે પણ જમી લઈએ તો તમે તડકો વધે એ પેહલા મને વાસણ ધોવામાં થોડીક મદદ કરી શકો " ઓહ હો તું યાર આજે બધું કામ મારી પાસેથી જ કરાવશે એની જગ્યાએ તો તું તારા પપ્પા ના ઘરે ગઈ હોત તો સારુ હતુ - એવું પતિ વિચારે ખરું પણ બોલી ના શકે. પણ સાચુ કહું તો પત્ની એ જમવાનું બનાવ્યું સાસુ સસરા દિયર નણંદ બધાને દોડી દોડી ને ગરમ ભાખરી ખવડાવી તો પતિ ની પણ ફરજ બને છે કે એ પત્ની ને યથા શક્તિ મદદ કરે.

ચોથી વાત બપોરની નીંદર બાદ સાંજે ચાર સાડા ચાર ની વચ્ચે આવે છે. " હમણા ચાર વાગે મારી મમ્મી તો બસ ચા પિવાજ બેઠી હશે અને મનેજ યાદ કરતી હશે ચાલો ને આજે સાંજે મમ્મીને મળી આવીએ - પત્ની આ વાત કરતી વખતે ચોક્કસ ચા નો કપ પતિના હાથ માં અપતા જ બોલે અને પછી ચા જોડે નાસ્તો પણ આપે - કસાઈ બકરા ને ચારો નાખતો હોય તેવું દ્રશ્ય હોય પણ પતિનો જવાબ પેટેન્ટ હોય હમમમમમ lets સી.

પછી કામમાં લાગેલી પત્નીમાં અને તેની ચા બંને ભુલી જાય અને સાંજે શું બનાવવુ એવા નવા સવાલ નો જન્મ થાય.

પતિનો જવાબ " જે તને યોગ્ય લાગે અને બા-બાપુજી ને ગમે તે બનાવી લે અને હા બઉ ભારે ના બનાવતી આજે બઉ ખાવાની ઈચ્છા નથી" એવું પતિ એટલે પણ કેહતા હોય કે કઈ એમને કિચન માં મદદ માટે પત્નીનું નોતરું ના આવે.

પતિ પત્ની ના આ રવિવાર ની વાત કરતા કરતા મને પણ યાદ આવ્યું કે આજે સવારે તડકામાં સુકવેલ ટુવાલ આજે મારેજ ગળી કરીને કબાટ માં મુકવાનો છે એટલે મારે પણ ઘરે વહેલુ જવુ પડશે આજ માટે ફક્ત આટલુંજ - અને હા વાચક મિત્રો એટલું યાદ રાખજો કે તમારી પત્ની પોતાનું બધુજ છોડી તમારી જોડે વગર કોઈ શંકાએ ચાલી આવે છે ત્યારે જીવનમાં ફક્ત રવિવારેજ નહિ પણ પ્રત્યેક વારે તમારે પત્ની ને અને પોતાની મા ને સાચવી બંને વચ્ચે કેવી રીતે પ્રેમ વધે એ વિશે વિચારી સદેવ પ્રયત્નસીલ હોવું જોઈએ. પત્ની પણ કોઈ ની વહાલસોઈ દીકરી અને લાડકવાઈ બહેન છે તે ધ્યાને રાખી તેનું તમારી માતા અને બહેન જેટલુ જ માન સન્માન આપવુ જોઈએ.

Next Story