Connect Gujarat
ગુજરાત

Exclusive : ભરૂચ B-ડિવિઝન પોલીસ મથકના છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Exclusive : ભરૂચ  B-ડિવિઝન પોલીસ મથકના છ પોલીસ કર્મીઓને  સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ
X

ભરૂચ B ડિવિઝન પોલીસ મથકની હદમાં ધમધમતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડીને 30 જુગારીયાઓને ઝડપી લીધા હતા, જે ઘટના બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો અનુસાર સ્ટેટ વિજિલન્સની ટીમે ભરૂચ B-ડિવિઝન પોલીસ મથકની હદમાં ચાલતા મોટા ગજાના જુગારધામ પર દરોડા પાડયા હતા, અને 30 જેટલા જુગારીયાઓને ઝડપી લેતા સ્થાનિક પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.

જોકે ભરૂચ B-ડિવિઝન પોલીસ મથકની હદમાં જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાના પડઘા ભરૂચ પોલીસમાં પડયા છે, અને જિલ્લા પોલીસ વડા દ્વારા B-ડિવિઝન પોલીસ મથકના પાંચ કોન્સ્ટેબલ તેમજ એક હેડ કોન્સ્ટેબલ મળીને છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story