Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ટુંક સમયમાં શરુ થશે ૬ બંદરે ફેરી બોટ સર્વિસ

ગુજરાતમાં ટુંક સમયમાં શરુ થશે ૬ બંદરે ફેરી બોટ સર્વિસ
X

સૌરાષ્ટ્ર દર્શન તથા કચ્છ દર્શનને એક રૂટમાં જોડવા માટે અને સમુદ્રી માર્ગે પ્રવાસીઓ ઓછા સમયમાં દર્શનની સાથે દરિયાનો લુફ્ત પણ માણી શકે તેવા ઉદેશથી માંડવી ઓખા ફેરી બોટને સેવાને મળેલી સફળતા બાદ ટૂંક સમયમાં જામનગર- મુન્દ્રા, સુરત – મહુવા , દમણ – દીવ, રૂટ પણ શરુ થાય તે માટે નોર્વેની શિપ ખરીદવામાં આવી છે.

ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, શિપિંગ મંત્રાલય તથા પ્રવાસન વિભાગના સહયોગથી કચ્છ સાગર સેતુ અંતર્ગત ખાનગી કંપનીના સાહસથી માંડવી ઓખા ફેરી બોટ સર્વિસ શરુ કરવામાં આવી જેની ૨૫૦ ટ્રીપ પૂર્ણ કરવામાં આવી હોવાથી પ્રવાસીઓ જળ માર્ગે આવાગમન પસંદ કરવાનું તારણ આવ્ય હતું,તેના અનુસંધાને ગુજરાતના અન્ય બંદરો પરથી પણ ફેરી બોટ સર્વિસ શરુ કરવામાં આવશે.

માંડવીના જહાજ ઉઘોગના ઉઘોગપતિ શૈલેશ મડીયારે કરોડોની કિમતની નોર્વેમાં આકાર પામેલી ૩૬ મીટરની લંબાઈ અને ૯ મીટર પહોળાઈ ધરાવતી એનઆઈટીએજી ઇએક્સ-ધ પીનકેમ નામની આઈએમઓ ૯૧૧૯૩૫૯ શીપની ખરીદી કરી છે તેવી જાણકારી કચ્છ – સૌરાષ્ટ્ર સાગર સેતુ યોજનાના પ્રોજેક્ટ માટેની સીટિંગ વ્યવસ્થા સાથે ૪૦ ટન વજન ઉચકવાની ક્ષમતા ધરાવતા આ શપનું વજન ૪૨૧ ટન છે,નોર્વે ફેરી બોર્ડ દુબઈમાં હોવાથી ટુંક સમયમાં આ શિપ માંડવીના કિનારે આવે તેની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.

Next Story