Connect Gujarat
ગુજરાત

ભરૂચ નર્મદા નદીમાં પાણીનું સ્તર ઘટતા સમુદ્રના પાણી નદીમાં ભળ્યા

ભરૂચ નર્મદા નદીમાં પાણીનું સ્તર ઘટતા સમુદ્રના પાણી નદીમાં ભળ્યા
X

ભાડભુત ખાતે વિઅર કમ કોઝવે થી આ સમસ્યાનું નિરાકરણ આવશે :ધારાસભ્ય દુષ્યંત પટેલ

ભરૂચ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં નહિ આવતા ખળખળ વહેતી નદી સૂકીભઠ ભાસી રહી છે, જેના કારણે દરિયાના પાણી નદી તરફ આગળ વધતા નદીના મીઠા પાણી ખારા થઇ જતા તેની ગંભીર અસર ખેતી, મત્સ્ય ઉદ્યોગ તેમજ પ્રવાસન પર જોવા મળી રહી છે.

ગત વર્ષે સરદાર સરોવર ડેમ માંથી નિયત પ્રમાણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ નહોતુ. જેના કારણે નદીના પાણીમાં સમુદ્રના પાણી ભળવા લાગતા મીઠા પાણીએ ખારાશ પકડી લીધી હતી, જ્યારે આ વર્ષે પણ ગત વર્ષનું જ પુનરાવર્તન થયુ છે અને પરિસ્થિતિ પહેલા કરતા પણ વધુ વિકટ બની હોવાનું જાણવા મળ્યુ છે.

નર્મદા નદીમાં જળસ્તર ઘટતા દરિયાના આપણી નદી તરફ આગળ વધ્યા છે અને નદીના પાણીએ ખારાશ પકડી લેતા તેની અસર ખેતી ,મત્સ્ય ઉદ્યોગ તેમજ પ્રવાસન પર પડી રહી છે.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આ અંગે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યુ હતુ કે ભાડભુત નજીક નિર્માણ પામનાર વિઅર કમ કોઝવે થી આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.

Next Story