Connect Gujarat
ગુજરાત

દેશમાં સમયસર વરસાદના આગમનની મોસમ વિભાગની આગાહી

દેશમાં સમયસર  વરસાદના આગમનની મોસમ વિભાગની આગાહી
X

દેશમાં વરસાદ સમયસર દસ્તક દેશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આંદામાનમાં ચોમાસુ પહોંચતા હવે મેઘરાજા નિયત સમય અનુસાર ધબધબાટી બોલાવી શકે છે.

હવામાન ખાતાના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દેશભરમાં સમયસર ચોમાસાનું આગમન થઇ શકે તેવા સંજોગોનાં વાદળો બંધાયા છે.જાણવા મળ્યા મુજબ 14 મેના રોજ થી આંદામાનમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયુ છે તેમજ સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે.અને આંદામાન થી વરસાદની મોસમ આગળ વધવાના સાનુકૂળ સંજોગોના પરિણામે કેરળમાં સમય કરતા બે દિવસ વહેલા વરસાદનું આગમન થઇ શકે છે.

જ્યારે મે મહિનાનાં અંત સુધીમાં મેઘરાજા રમઝટ બોલાવીને ગરમી સામે રાહત આપશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story