Connect Gujarat
ગુજરાત

મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન 2023 સુધીમાં દોડતી થાય તેવી શક્યતા

મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન 2023 સુધીમાં દોડતી થાય તેવી શક્યતા
X

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન(NHSRC)ના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મુંબઈથી અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.

NHSRC મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ છે કે ડિસેમ્બર 2023 સુધીમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાનો લક્ષ્ય છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થવા સુધીમાં તેનો અંદાજીત ખર્ચ 1.10 લાખ કરોડ રૂપિયા જેટલો થશે.

આ પ્રોજેક્ટમાં 21 કિમીની અન્ડરગ્રાઉન્ડ ટનલ હશે. જેમાંથી 7 કિમીની ટનલ અન્ડર વોટર એટલે કે દરિયામાંથી પસાર થશે. ભારતમાં આવું પહેલીવાર બની રહ્યુ છે. બાકીનો સમગ્ર ટ્રેક એલિવેટેડ હશે જેના કારણે જમીન સંપાદનની સમસ્યામાંથી ઘણા અંશે રાહત મળશે. જોકે આ પણ અઘરૂં કામ છે કેમ કે અમદાવાદ અને સાબરમતીમાં બુલેટ ટ્રેનના રૂટમાં રેલવેના ઓવરબ્રિજ તેમજ મેટ્રો પ્રોજેક્ટના કામ ચાલુ છે જેથી ટ્રેકની હાઇટ 20 મીટર જેટલી ઊંચે લઈ જવી પડશે.

Next Story