Connect Gujarat
ગુજરાત

શ્રદ્ધા અને ભક્તિ રૂપી રથના પૈંડાથી મનુષ્ય પોતાનો જીવનરથ સંસારમાં સુપેરે ચલાવી શકે એ પણ રથયાત્રા પાછળની ભાવના

શ્રદ્ધા અને ભક્તિ રૂપી રથના પૈંડાથી મનુષ્ય પોતાનો જીવનરથ સંસારમાં સુપેરે ચલાવી  શકે એ પણ રથયાત્રા પાછળની ભાવના
X

ભારતભરમાં ઉજવાતા ભગવાન જગન્નાથની રથયાત્રાનું અનેરું ધાર્મિક મહાત્મ્ય છે. અષાઢી બીજ ના પર્વ નિમિતે ભગવાન સ્વયં નગરચર્યા પર નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આ રથયાત્રાનું માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી નાગરિકોમાં પણ ભારે આકર્ષણ રહેલુ છે.

ઓડિશા રાજ્યના પૂરી ખાતે આવેલ ભગવાન જગન્નાથનું મંદિર પૌરાણિક છે.અષાઢી બીજના પર્વ નિમિતે નીકળતી રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે દસ દિવસથી જ આ મહોત્સવની ઉજવણી શરૂ થઈ જાય છે.આ ઉત્સવની શરૂઆત અક્ષય તૃતીયના પવિત્ર દિવસથી શ્રી કૃષ્ણ,બલરામ અને બહેન સુભદ્રાના રથોના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણના રથને ગરૂડ ધ્વજ અથવા કપિલ ધ્વજ કહેવામાં આવે છે.16 પૈંડાનો આ રથ 13.5 મીટરની ઉંચાઈનો હોય છે.જેમાં લાલ અને પીળા રંગના કાપડનો ઉપયોગ પણ થાય છે.રથ પર જે ધ્વજ હોય છે તેને ત્રૈલોકય મોહિની તરીકે પણ ઓળખવામાં આવે છે.

જ્યારે બલરામના રથને તજ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે.જે રથ 13.2 મીટરની ઉંચાઈનો અને 14 પૈંડાનો હોય છે.જેમાં લાલ અને લીલા રંગના કાપડથી સજાવવામાં આવે છે.અને 763 લાકડીના ટુકડાનો રથ બનાવવામાં ઉપયોગ થાય છે.આ રથના ત્રિબ્રા,ઘોરા,દિર્ઘશર્મા,અને સ્વર્ણનાવા રથના અશ્વ છે.જે દોરડા થી રથને ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.

ભગવાનની બહેન સુભદ્રાના રથને પદ્મધ્વજ તરીકે ઓળખવા માં આવે છે,12.9 મીટર ઉંચા રથમાં 12 પૈંડા હોય છે.લાલ અને કાળા રંગના કાપડની સજાવટ સાથે 593 લાકડીના ટુકડા માંથી રથનું નિર્માણ કરવામાં આવે છે.રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે.રથધ્વજ ને નંદવિક પણ કહેવામાં આવે છે.રોચિક,મોચિક,જીતા,અને અપરાજીતા રથના અશ્વ હોય છે.જે દોરડા થી રથ ખેંચાય છે.તેને સ્વર્ણ ચુડા કહેવામાં આવે છે.

આ રથયાત્રાને ગુન્ડિય યાત્રા પણ કહેવામાં આવે છે.જગન્નાથની રથયાત્રા ગુંડિચા મંદિરે પહોંચ્યા બાદ સંપન્ન થાય છે.

જ્યારે અમદવાદમાં યોજાતી રથયાત્રા બીજા ક્રમની ગણવામાં આવે છે.અમદાવાદના જમાલપૂર માં આવેલ જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું છે અને 140મી વખત રથયાત્રા યોજાશે,139 વર્ષ પહેલા મંદિરના મહંત નરસિંહ દાસજીએ પ્રથમવાર ઈ.સ.1878 ની અષાઢી બીજના દિવસે રથયાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો.નાના પાયે શરૂ થયેલી રથયાત્રા આજે દેશની બીજા નંબરની ભવ્ય રથયાત્રા છે.

પહેલા ભગવાનને બળદ ગાડામાં લઈ જવામાં આવતા હતા જેમાં સાધુ સંતો રથયાત્રામાં જોડતા અને સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ સંતો રસોડું બનતું અને તેઓ પ્રસાદીનો લ્હાવો લેતા તેથી તે સમય થી સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું છે.અને હવે સરસપુરના તમામ રહીશો રથયાત્રાના ભક્તોને જમાડે છે.

આ રથયાત્રામાં ગુજરાતની ઝાંખી ના ટેબ્લો, શણગારેલી ટ્રકો,30 થી વધુ અખાડા,18 ભજન મંડળી,બેન્ડવાજા,2000 મંદિર થી વધુ ના સાધુ સંતો જોડાશે,વહેલી સવારે નીજ મંદિર થી નીકળેલી રથયાત્રા અમદાવાદમાં અંદાજીત 22 કિ.મી.માર્ગ પર ફરીને સાંજે પરત ફરે છે.

ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે ત્યારે ભગવાનનું રક્ષણ અભેદ સુરક્ષા કવચ સાથે પોલીસ તંત્ર કરશે.અને રથયાત્રા ના રૂટ પર અંદાજીત 14000 થી વધુ પોલીસકર્મી,મલ્ટી બેરલ લોન્ચર ઇન્સ્ટોલ કરાયેલા પોલીસ વાહનો,ઘોડે સવાર પોલીસ,ડોગ સ્ક્વોડ,ડ્રોન કેમેરા,300 થી વધુ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે.

Next Story