સંસદમાં ચોમાસુ સત્રનો પ્રારંભ થવાનો છે, અને કેન્દ્ર સરકાર દ્વારા પોતાની વિવિધ યોજનાઓના બિલ પણ રજુ કરવામાં આવનાર છે, ત્યારે સંસદનું સત્ર નિર્વિઘ્ને પૂર્ણ થાય અને કોઈ અડચણ ન આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત અન્ય પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં પીએમ મોદીએ ગૌરક્ષાના નામે થતી હિંસાઓ સામે ભાર મુક્યો હતો, અને જણાવ્યુ હતુ કે ગૌરક્ષાનાં કડક નિયમો છે. પરંતુ ગૌરક્ષા કરવાના નામે કોઈ ગુનો આચરવામાં આવશે તો સાંખી લેવામાં નહીં આવે.

આ અંગે કેન્દ્રીય મંત્રી અનંત કુમારે પત્રકારોને માહિતી આપી હતી.

LEAVE A REPLY