મુંબઈ એરપોર્ટ પરથી લશ્કર-એ-તૈયબાના એક આતંકીની પોલીસે ધરપકડ કરી હતી, સલીમ ખાન નામનાં આતંકીએ લશ્કરનાં મુઝફરાબાદનાં કેમ્પમાં ટ્રેનિંગ લીધી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સલીમ ખાન ઉત્તરપ્રદેશનાં ફતેહપુરનો રહેવાશી છે અને લશ્કરનાં મુઝફરાબાદનાં કેમ્પમાં તેને ટ્રેનિંગ પણ લીધી હતી. સલીમ ખાનની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હથધરી છે.

 

LEAVE A REPLY