Connect Gujarat
બ્લોગ

વાચકને સર્જક બનવાનો અવસર

વાચકને સર્જક બનવાનો અવસર
X

ભરૂચની કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી અને ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપના સંયુક્ત પ્રયાસથી ‘માઈક્રો’ સર્જન : માઈક્રોફિક્શન વાર્તા શિબિરનું રવિવાર, તા.૧૬મી જુલાઈ ૨૦૧૭ના રોજ સવારે દસ થી સાંજે પાંચ કલાક દરમિયાન થિયરી અને પ્રેક્ટીકલ વર્કશોપનું આયોજન થયુ હતુ.

૪૦ સાહિત્યપ્રેમીઓએ શિબિરમાં ભાગ લીધો. વડોદરાથી શ્રી જીજ્ઞેશ અધ્યારુ મુખ્ય તજજ્ઞ હતા. લંચ પછી આપણા સૌના ડૉ.મીનલ દવેએ વાર્તાનો ઇતિહાસ કહી આયોજકોને આવી શિબિરો યોજવા માટે પ્રોત્સાહિત કર્યા. ડૉ.હાર્દિક યાજ્ઞિકે માઈક્રોફિક્શન વાર્તાનું પઠન કરી સૌના માનીતા બની ગયા.

ગ્રંથપાલ શ્રી નરેન્દ્ર સોનારે શિબિરનો પ્રારંભ શંખનાદ કરી કર્યો. તે ક્ષણે જ વિચાર સ્ફૂર્યો ક.મા.મુનશીની જન્મભૂમિમાં માઈક્રોફિક્શન વાર્તા શિબિરનો શુભારંભ થયો છે. માતૃભાષાથી વિમુખ થયેલી નવી પેઢીને વિશ્વભરમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે એમને ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપ માઈક્રોફિક્શન વાર્તા શિબિર યોજીને જોડવાનું કામ કરશે. સેતુ બનશે.

માઈક્રોફિક્શન વાર્તા વધુમાં વધુ ૩૦૦ શબ્દોની જ હોય છે. નવોદિત લેખકે વાર્તા લખતી વખતે જે વિચાર આવે તેને લખતા જવું પછી એણે ટૂંકાવવાનો પ્રયાસ કરવો, ટૂંકાવતી વખતે વાર્તા તત્વ નાશ ન પામે એની તકેદારી રાખવી.

સહાનુભૂતિ + જર્નાલીઝમ + લીરીક પોયેટનું મિશ્રણ થાય એટલે માઈક્રોફિક્શન વાર્તા બને. શિબિરાર્થીઓને આ મુદ્દાઓ સરસ રીતે સમજાય એ માટે બે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી. પહેલી ફિલ્મ ‘બોમ્બે મીરર’ દોઢ મિનિટની અવધિવાળી. બીજી ફિલ્મ અઢાર મિનિટની ‘કૃતિ’ . એનો નાયક મનોજ બાજપાઈ. ‘યુ’ ટ્યુબ પર KRITIKRITI Manoj Bajpai લખશો એટલે જોવા મળશે. રૂંવાડા ઊભા કરી દે તેવી ફિલ્મ છે. ફિલ્મ પૂરી થાય એટલે દર્શકના મગજમાં બે, ત્રણ, વિકલ્પો હોય શકે ? કે અંતે શું થયું ?

માઈક્રોફિક્શન વાર્તા એટલે :

  • વાર્તા પૂરી થાય ત્યારે વાચકના મનમાં શરુ થાય.
  • જેવું જોયું તેવું લખો એને ડોક્યુમેન્ટેશન કહેવાય. એમાં ઘટના, પાત્રો, વાતાવરણને એડિટીંગ કરો ત્યારે વાર્તા બને.
  • એ માટેનું ઓજાર છે પ્રતિક યોજના. કોમ્પેક્ટનેસ - સંકુલતા
  • કરકસર લેખનકળાનો અભ્યાસ.
  • ફિક્શન, પ્લોટ, પાત્રો, ધારદાર અંત આ બધાનો યથાયોગ્ય સંગમ.
  • વાચકને સર્જક બનવાનો પરોક્ષ અવસર.

મેં અને સંધ્યાએ આ શિબિર એટેન્ડ કરી હતી.

સંધ્યા દવેની પહેલી માઈક્રોફિક્શન વાર્તા :

નિરાજાએ

પોતાની રક્ષા

જાતે જ કરવાનો નિર્ણય લીધો.

રક્ષિતને રાખડી મોકલવાનું

માંડી વાળ્યું.

બળેવને

દિવસે

રક્ષિતના ફોટા પર

નજર પડતાં

નિરજા અનરાધાર વરસી પડી.

Sarjan Jignesh Adhvaryu

Whatsapp No.: 9974410868 પર મોકલી

જવાબ મળ્યો

Saras che

First effort mate really nice

Next Story