Connect Gujarat
ગુજરાત

તાપી જિલ્લાના ખેડૂતે ચંદનની ખેતી કરીને કૃષિ ક્ષેત્રે નવી રાહ ચીંધી

તાપી જિલ્લાના ખેડૂતે ચંદનની ખેતી  કરીને કૃષિ ક્ષેત્રે નવી રાહ ચીંધી
X

તાપી જિલ્લાના કુકરમુન્ડા તાલુકાના ખેડૂતે ચંદનની ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂતમાં નામના મેળવીને અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણા રૂપ બન્યા છે.

ભારતમાં ચંદનની મુખ્ય ત્રણ જાત જોવા મળે છે. સફેદ ચંદન, પીળુ ચંદન, રક્ત ચંદન, સામાન્ય રીતે ધીરજની કસોટી સમાન ચંદનની ખેતી કરવી ખેડૂતો માટે એક પડકાર સમાન છે. ત્યારે તાપી જિલ્લાના છેવાડાનાં નવરચિત કુકરમુન્ડા તાલુકનાં બહુરૂપ ગામના ખેડૂત સંદિપભાઈ સુભાષભાઈ પટેલે પોતાની ચાર એકરની જમીનમાં સફેદ ચંદનની ખેતી કરીને ખેતીમાં નવા પ્રયોગ સાથે પ્રગતિશીલ ખેડૂતોમાં નામના મેળવી છે.

સંદિપ પટેલે મિડીયાને આપેલી માહિતી અનુસાર તેઓ એક વાર અંબાજી દર્શનાર્થે જતા હતા, ત્યારે હિંમત નગર પાસે જી.કે.બાયોટેક એગ્રિકલચર નર્સરી તેઓએ જોઈ હતી, અને તેની મુલાકત તેઓ માટે ખેતીમાં ટર્નીંગ પોઇન્ટ બની ગયો હતો, ત્યાંથી ચંદનની ખેતી અંગેની માહિતી અને માર્ગદર્શન મેળવીને ખેડૂત સંદિપભાઈએ ચંદનની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો.

ખેડૂત સંદિપભાઈ પટેલે બાયોટેક એગ્રિકલચર નર્સરી માંથી રૂપિયા 100ના એક એવા 1800 છોડ ખરીદીને પોતાના ખેતરમાં રોપ્યા હતા,જેમાં તેઓએ સફતા પ્રાપ્ત કરી હતી.

વધુમાં ચંદનની ખેતી અંગે રસપ્રદ માહિતી આપતા સંદિપભાઈએ જણાવ્યુ હતુ કે ચંદનનું ઝાડ પરોપજીવી છે, શરુ , લીમડો, દેશી બાવળ ,અને કરંજ જેવા વૃક્ષ ચંદનના છોડ સાથે રોપવાથી તેનો વિકાસ ઝડપી અને સારો થાય છે.

ચંદનની ખેતી લાંબાગાળાની ખેતી છે અને બાર વર્ષની માવજત બાદ તેનું વળતર મળશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story