Connect Gujarat
દુનિયા

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનમાં 55ના મોત, અનેક ગુમ

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનમાં 55ના મોત, અનેક ગુમ
X

નેપાળમાં વધારે વરસાદ પડવાના કારણે પૂર અને ભૂસ્ખલનમાં 55 લોકોના મોત થયા હતા, જયારે દેશના મધ્યહિસ્સામાં આવેલ એક લોકપ્રિય પર્યટન જિલ્લામાં 200 ભારતીય સહિત 700 જેટલા પર્યટક ફસાયેલા હતા, અધિકારીઓ એ જણાવ્યુ હતુ કે દેશમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે કેટલી જગ્યાએ પૂર અને ભૂસ્ખલન થયા છે.

પૂર અને ભૂસ્ખલન થી 21 જિલ્લા પૂર થી પ્રભાવિત થયા છે, એમાં ગૃહ મંત્રાલયે તાજા આંકડાનો હવાલો આપતા જણાવ્યુ હતુ કે ચિંતવનમાં 100 થી વધારે હોટલ પૂરના પાણીમાં ડૂબી ગયા છે, પરસા જિલ્લામાં 1000થી વધારે ઘરો પાણીમાં ડૂબી ગયા છે.

ગૃહ મંત્રાલય અનુસાર દક્ષિણ નેપાળના સુંસારી જિલ્લામાં 7 લોકોના મોત થયા છે, સિધુલી જીલ્લામાં 4, ઝાંપામાં 4, મોરાંગ જિલ્લામાં 3-3 લોકોના મોત થયા છે, જયારે અન્ય લોકોના મોત અલગ અલગ જિલ્લાઓમાં થયા હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story