Connect Gujarat
ગુજરાત

રાજકોટ એરપોર્ટ પર એરક્રાફ્ટ ક્રેશ થતા દોડધામ મચી

રાજકોટ એરપોર્ટ પર એરક્રાફ્ટ ક્રેશ થતા દોડધામ મચી
X

રાજકોટ એરપોર્ટ પર એરક્રાફ્ટ ક્રેશ થવાની સાથે આગ લાગી જતા એરપોર્ટ ઓથોરિટીમાં નાશભાગ મચી ગઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.

રાજકોટ એરપોર્ટ પર ઇન્દોર થી આવતુ ABC 511 એરક્રાફ્ટ ક્રેશ થતા આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડયા હતા, દુર્ઘટનાં સર્જાયાની જાણ થતા એરપોર્ટ ઓથોરિટીનો સ્ટાફ, એનડીઆરએફની ટીમ , સિવિલ અને ખાનગી હોસ્પિટલનો સ્ટાફ, સીટી પોલીસનો સ્ટાફ એરપોર્ટ પર પહોંચી ગયો હતો.

રાજકોટ એરપોર્ટ પર મોકડ્રિલ દરમિયાન કેટલીક ભૂલો સામે આવી હોવાનું ખુદ એરપોર્ટ ડાયરેકટર દ્વારા કહેવામાં આવ્યું હતુ, ત્યારે કહી શકાય કે જો હકીકતમાં એરપોર્ટ પર એરક્રાફ્ટ ક્રેશ થાય તો પેસેન્જરને બચાવવામાં એરપોર્ટ ઓથોરિટીની ટીમ નબળી પુરવાર થાય તે ચોક્કસ છે. એરપોર્ટ ડિરેકટરને અગાઉ એરપોર્ટની અંદર થી સિગ્નલની થયેલી ચોરી અંગે પૂછવામાં આવતા ડાયરેકટર આ વાત થી અજાણ હોવાનું સામે આવ્યુ હતુ.

જોકે આ સમગ્ર ઘટના અંતમાં એક મોકડ્રિલ હોવાનું બી.કે.દાસ ડાયરેકટર , એરપોર્ટ ઓથોરિટી , રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

Next Story