Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં એશિયન ટેબલ ટેનિસ કપ સ્પર્ધાનું આયોજન

અમદાવાદમાં એશિયન ટેબલ ટેનિસ કપ સ્પર્ધાનું આયોજન
X

અમદાવાદમાં તારીખ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ટ્રાન્સસ્ટેડિયા ખાતે 30માં ટેબલ ટેનિસ એશિયન કપનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં એશિયાના ટોચના 32 મેન્સ અને વિમેન્સ ખેલાડીઓ ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનનારા ખેલાડીઓને સાત-સાત હજાર ડોલર મળશે, જ્યારે ટુર્નામેન્ટમાં કુલ મળીને 50000 ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે.

ટ્રાન્સસ્ટેડિયા ખાતે એશિયન કપ 2017ના લોગોના અનાવરણ બાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ અને આઇએએસ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટમાં ચીનની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મહિલા ખેલાડી લિયુ શિવેન તેમજ વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતો ચીનનો ફેન ઝેનડોંગ ભાગ લઈ રહ્યા છે.

આ ટુર્નામેન્ટમાં હરમિત દેસાઈ એશિયન કપમાં ભાગ લેનારો ગુજરાતનો સૌપ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બનશે. ટુર્નામેન્ટના આયોજન સમિતિના ચેરમેન તરીકે આઇએએસ મિલિંદ તોરવણે છે. સ્ટેટ એસો. અને આયોજન સમિતિના સેક્રેટરી તરીકે હરેશ સંગતાણીએ જણાવ્યું હતુ કે,ટુર્નામેન્ટમાં ભારતના અંચત શરથ કમલ અને માનિકા બત્રા પણ ભાગ લેશે.

Next Story