Connect Gujarat
ગુજરાત

ભાજપ - કોંગ્રેસ સામે રાજ્યની પ્રજાને જનવિકલ્પ સાથે જોડવાનો વ્યુહ : શંકરસિંહ વાઘેલા

ભાજપ - કોંગ્રેસ સામે રાજ્યની પ્રજાને જનવિકલ્પ સાથે જોડવાનો વ્યુહ : શંકરસિંહ વાઘેલા
X

કોંગ્રેસ સાથેના રાજકીય સંબંધો માંથી છૂટાછેડા લીધા બાદ શંકરસિંહ વાઘેલાએ અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જનવિકલ્પને વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારીને રાજકીય હરીફોને હંફાવાની વાત કરી હતી.

રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથેનાં રાજકીય સંબંધો તોડી નાખ્યા હતા, જયારે બાપુ જૂથના ધારાસભ્યો પણ કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા.

વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસને હંફાવવા માટે બાપુએ જનવિકલ્પને મેદાનમાં ઉતાર્યું છે.

શંકરસિંહ વાઘેલાએ અમદાવાદનાં એનેક્સી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે જનવિકલ્પની સરકાર આવશે તો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મત આપનાર યુવાનોને 4G ફોન અને ગૃહિણીઓને ઘરનું ઘર આપશે. વધુમાં બળવંતસિંહ રાજપૂતની રાજ્યસભામાં હાર થી તેઓએ ભાજપ સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતનાં શક્તિપીઠ અંબાજીમાં શંકરસિંહ બાપુ શીશ ઝુકાવીને જનવિકલ્પ મોરચાને લોકો સુધી પહોંચાડીને વધુમાં વધુ લોકો જનવિકલ્પ મોરચા સાથે જોડાય તે માટેનાં પ્રયાસો શરૂ કરશે.

Next Story