Connect Gujarat
ગુજરાત

રાજકોટ વિદ્યાર્થી સાગરનાં આપઘાતની ઘટનામાં આવ્યો નવો વળાંક

રાજકોટ વિદ્યાર્થી સાગરનાં આપઘાતની ઘટનામાં આવ્યો નવો વળાંક
X

રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પટેલ બોર્ડિંગમાં ગત 12 તારીખનાં રોજ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલનાં બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીઘી હતી. જે ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

વિદ્યાર્થી સાગરને ઘટનાની આગલી રાતે સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જેના આઘાતમાં સાગરે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. અને સાગરને મારમારવાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

વિદ્યાર્થી સાગરનાં આપઘાત કેસમાં રાજકોટ માલવિયા નગર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. જેમાં વિદ્યાર્થીનો પગ લપસી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.

જોકે પોલીસ દ્વારા એ સમયે હોસ્ટેલનાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા ન હતા. મૃતક વિદ્યાર્થી સાગરને શરીર પર માર માર્યાના નિશાન દેખાતા પરિવારજનોએ હોસ્ટેલનાં સીસીટીવી ફૂટેજ જોયા હતા. જેમાં હોસ્ટેલનાં જ અન્ય વિદ્યાર્થી સાગરને માર મારતા હોવાનું સ્પષ્ટ પણે નજરે પડયું હતુ. સાગરનાં પરિવારજનો એ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી. જેના આધારે પોલીસે હોસ્ટેલનાં સીસીટીવી ફુટેજ કબ્જે કરી કાર્યવાહી હાથધરી છે.

Next Story