Connect Gujarat
બ્લોગ

એક કરોડ રૂપિયા ક્યાં માયને રખતે હૈ, આપ કે જીવન મેં

એક કરોડ રૂપિયા ક્યાં માયને રખતે હૈ, આપ કે જીવન મેં
X

મંગળવાર,તા.૩ ઓક્ટોબર ૨૦૧૭, રાતે ૯ કલાક ૧૬ મિનિટે સોની ટીવી પ્રસારિત કૌન બનેગા ‘કરોડપતિ’ સિરિયલમાં આ સીઝનની પહેલી કરોડપતિ શ્રીમતી અનામિકા મજમુદાર વિજેતા બની.

સવાલ નંબર:૧૫ ક્યા ચિત્રકારે ભારતીય સંવિધાનની મૂળ પત્રિકાનો ડોક્યુમેન્ટેશન ચિત્રો બનાવ્યા હતા ?

એ) રામ કીંકર

બી) વિનોદ બિહારી મુર્ખજી

સી) અવિન્દુનાથ ટાગોર

ડી) નંદલાલ ઘોષ

બહુ વિચારી એમને નંદલાલ ઘોષ લોક કરાવ્યું અને ૯ કલાક અને ૧૬ મિનિટે અમિતાભ બચ્ચને કહ્યું ‘‘આપ એક કરોડ જીત ગયે’’ પછી અભિનંદન વર્ષા થઇ, અને બ્રેક પછી સાતમો સવાલ જી-ઓ જેકપોટ સ્ક્રીન પર આવ્યો ?

સવાલ : નોબેલ પુરસ્કાર જીતેલી કઈ બેલડી કે જે લોહીના સંબંધથી જોડાયેલી ન હતી.

એ) મેરી ક્યુરી - આઈટીન ક્યુરી એલીયટ ક્યુરી

બી) જે.જે.થોમસન - જ્યોર્જ પેગર થોમસન

સી) નીલ્સ બોર - આગે બોર

ડી) હરમન ઈમીલ ફિશર - હન્સ ફિશર

ઘણો સમય વિચારવામાં લીધો અનામિકાજીએ અમિતાભ બચ્ચને એમને પૂછ્યું, ‘હું આપને બે સવાલ પૂછી શકુ છું ?

અનામિકાએ હા ભરી

અમિતાબ બચ્ચને પહેલો સવાલ કર્યો

આપના જીવનમાં એક કરોડ રૂપિયાનું શું મહત્વ છે ? સ્થાન છે. માયના રખતા હૈ!

અનામિકા: બહુત કુછ

અમિતાબ બચ્ચને બીજો સવાલ કર્યો.

અનામિકા: અગર વહ ખો ગયા તો ? કાન્ટ એફોર્ડ.

આટલા સંવાદ પછી અનામિકાજીએ કવીટ કર્યું. અને સાત કરોડનો પ્રશ્ન જેમાં એમની ધારણા ખોટી હોત અને એક કરોડ જીતેલા તેના બદલે ૩ લાખ 20 હજાર જ મળતે. કારણ એમણે જવાબ લોક કરાવ્યો હતો નીલ્સ બોર - આગે બોર

જયારે સાચો જવાબ છે.

હરમાન ઈમીલ ફિશર અને હન્સ ફિશર આ બન્ને જણ વચ્ચે ટીચર - સ્ટુડન્ટ ગુરુ - શિષ્યનો સંબંધ હતો.

જેમણે કોન બનેગા કરોડપતિ જોયુ હતુ. એમને આ બ્લોગ વાંચી પરમઆનંદ થશે.

જેમણે કૌન બનેગા કરોડપતિનો એપિસોડ નથી જોયો એમને બે સવાલના સાચા જવાબ ખબર પડશે.

આદાબ, શુક્રિયા, શુભરાત્રી, શબ્બાખેર.

Next Story