અંકલેશ્વરના પીઢ રાજકારણી અને સહકારી આગેવાન એવા હીરાલાલ કંચનલાલ મોદીનું 80 વર્ષની વયે લાંબી માંદગી બાદ આજરોજ સવારે અંકલેશ્વર તેઓના નિવાસ્થાને  નિધન થયું હતું, તેઓના નિધનના સમાચાર મળતા મૂળ અંકલેશ્વરના અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

mansi

અહેમદભાઈ પટેલે શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે હીરાભાઈ મોદીના નિધનથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાએ એક પીઢ અને કુનેહ ધરાવતા રાજકીય તેમજ સામાજિક આગેવાન ગુમાવ્યા છે.અંકલેશ્વર નગરપાલિકા થી લઇ સહકારી ક્ષેત્રે પણ તેઓનું યોગદાન ભૂલી શકાય એમ નથી,તેઓની સાથે અંગત પરિચય હોવાથી અત્યંત આઘાતની લાગણી અનુભવું છું. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું અને તમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું.

 

LEAVE A REPLY