Connect Gujarat
ગુજરાત

પીએમ નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને બન્યા ભાવુક

પીએમ નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને બન્યા ભાવુક
X

ગાંધીનગર ખાતેનાં BAPS અક્ષરધામ મંદિરની 25 વર્ષની રજતજયંતિ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ,અને તેઓએ આ પ્રસંગે બાપ્સનાં પ્રમુખ પૂજ્ય મહંત સ્વામીનાં આશીર્વાદ પણ મેળવ્યા હતા.

અક્ષરધામ મંદિરની રજતજ્યંતિ મહોત્સવ પ્રસંગે પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભગવાન નીલકંઠવર્ણી મૂર્તિનો જળાભિષેક પણ કર્યો હતો.અને બ્રહ્મલીન પૂ.પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને દર્શન કર્યા હતા.તેમજ મંદિરનાં મયુર ઘ્વારનું ઉદ્દઘાટન પણ કર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિભક્તોને જય સ્વામિનારાયણ કહીને પ્રવચનની શરૂઆત કરી હતી.મોદી પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને ભાવુક બન્યા હતા,તેઓએ જણાવ્યુ હતુ કે ધર્મમાં ચમત્કારનાં નામે ગાડી ચાલતી હોય છે કોઈને કોઈ માનસિક દુર્બળતાનું પરિણામ ચાલતું હોય છે.પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની સાથેની નિકટતાનું કારણ એ હતુ કે પ્રમુખસ્વામીએ કયારેય કોઈ ચમત્કારને સ્થાન આપ્યું નહોતુ.

વધુમાં મોદીએ જણાવ્યું હતુ કે જ્યાર થી સમજણો થયો ત્યારથી પ્રમુખસ્વામી સાથે જોડાયો છું.કોઈ પણ અક્ષરધામ મંદિરનો પ્રત્યેક પથ્થર બોલતો હોય છે.દુનિયાનાં ખૂણે ખૂણે પ્રમુખસ્વામીએ 1200 મંદિરોનું નિર્માણ કર્યું છે.સ્વામિનારાયણ મંદિરમાં આયોજન સમયબધ્ધ કામ કરવામાં આવે છે. આ ઉપરાંત અબ્દુલ કલામ હોય કે મોદી જે પણ પ્રમુખસ્વામીને મળે તે તેમના થઇ જાય છે.પીએમ મોદીએ રજતજયંતિ મહોત્સવ દરમિયાન તેઓને આમંત્રણ બદલ બાપ્સ સંસ્થા અને સંતોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Next Story