Connect Gujarat
બ્લોગ

પ્યાર કીયા તો ડરના ક્યાં ? યાદ કરો મુઘલે આઝમ

પ્યાર કીયા તો ડરના ક્યાં ? યાદ કરો મુઘલે આઝમ
X

રૂપેરી પડદે એક ફિલ્મ આવેલી જેને સિનેમાઘરમાં પ્રસારિત થતા ૯ વર્ષ લાગેલા જેના ૧૨ ગીતોના રેકોર્ડિંગ અને શુટીંગનો ખર્ચ સમગ્ર ફિલ્મ નિર્માણ કરતા વધારે હતો એ ભારતીય સિનેમા ઉદ્યોગની શિરમોર ફિલ્મ : “ મુઘલે આઝમ ”

વર્ષ ૨૦૦૫ માં બ્લેક એન્ડ વ્હાઈટ માંથી રંગીન ફિલ્મ રૂપેરી પડદે આવી, અને સિલ્વર જ્યુબિલી ઉજવેલી.

વર્ષ ૨૦૧૬ ની મુઘલે આઝમ ફિલ્મ પરથી નાટ્ય સ્વરૂપે વિચાર મૂર્તિમંત થયો અને શ્રી શાપુર પી. મિસ્ત્રી અને શ્રી ખુશરો એન. સુટુક દ્વારા એ નિર્માણ પામ્યું.

ફિરોઝ અબ્બાસ ખાન દિગ્દર્શીત નાટ્ય મુંબઈમાં ૬ સિઝન એટલે કે ૭ શો અને દિલ્હીમાં પ્રસ્તુતિ કરી અપૂર્વ લોકચાહના મેળવી.

નેશનલ સેન્ટર ફોર પર્ફોમિંગ આર્ટ એન.સી.પી.એ. ઓડિટોરીયમ, નરીમાન પોઈન્ટ મુંબઈ ખાતે રવિવાર, તા. ૨૯મી ઓક્ટોબરે ઉપાસના શર્મા, શરીફા વીજળીવાળા, જવાહરભાઈ, ગીતાબહેન, ઓમદત્ત શર્મા, ઉષાબહેન, બકુલ પરાગજી પટેલ, મહેન્દ્ર પંડ્યા, રાજીવ તિબડેવાલ, સુનિલ દલવાડી (હવે મુંબઈ છે.) અર્ચના પટેલ, પીલુબહેન જીનવાલા ભરૂચીઓ સાથે નિહાળવાનો યોગ સફળ સુયોગ સાબિત થયો.

જીવતા હાથી અને ઘોડા સિવાય મુઘલે આઝમ સાંજે ૪ કલાક ૩ મિનિટે શરૂ થયું અને સાંજે ૭ કલાક ૫ મિનિટે સમાપ્ત થયું.

૮૦ કલાકારોનો કાફલો અભિનય જુઓ કે રંગમંચ પર બદલાતા દ્રશ્યો, સંવાદ કાને પડે કે વેશભૂષા અને રંગભૂષા માણો. તાળી પાડો કે આશરે ૮૦૦ વધારે નીચી બેઠક વાળું ઓડિયન્સ સ્તબ્ધ, નિ:શબ્દ બની જાય.

અકબર : નિસાર ખાન

અનારકલી : પ્રિયંકા બર્વે/ નેહા સરગમ

(અમે અનારકલીના અભિનયમાં નેહા સરગમને જોઈ.)

સલીમ : અસીમા મહાજન / સઈદ સાહેબ અલી

જોધા : સોનલ જહા

પ્રવક્તા અને સંતરામ (શિલ્પકાર) : રાજેશ જઈસ / તારીક અહમદ ખાન

માનસિંઘ : રામ બહાદુર રેનુ

સુરૈયા : પલ્લવી જસવાલ

દુર્જન : અમીત પાઠક / ચિરાગ ગર્ગ

અનારકલીની માતા : શ્વેતા પડ્ડા

યંગ સલીમ : ભાવેશ બાબાની

સપોર્ટીંગ કાસ્ટ : ૨૦ મંજે હુએ કલાકાર

કથક નૃત્યાંગના : ૩૦

ગીતો :

  • “ પ્યાર કીયા તો ડરના ક્યા ?,

પ્યાર કીયા કોઈ ચોરી નહિં કી,

છુપ છુપ કે આહે ભારના ક્યા ? ”

  • કવ્વાલી : તેરી મહેફિલ મેં કિસ્મત આઝમા કર હમ ભી દેખેગે,

ઘડી ભર કો તેરે નઝદીક આકર હમ ભી દેખેગે...

  • જેલમં ગીત : મહોબ્બત કી જુઠી કહાની પે રોયે, કહાની પે રોયે,

બડી ચોટ ખાઈ જવાની પે રોયે, જવાની પે રોયે...

  • કૃષ્ણભક્તિનું ગીત : મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે,

મોહે પનઘટ પે મોરી નાજુક કલાયીયા મરોડ ગયો રે...

બધા જ ગીત અભિનેત્રી જીવંત ગાઈ, કોરસ પણ સાથે જોડાય સાથે અભિનય અને નૃત્ય તો ખરૂ જ !

નાટ્યના અંતે ૮૦ કલાકારોનો કાફલો માત્ર ૪ મિનિટ ૩૦ સેકન્ડમાં સ્ટેજ પર આવી કરતલધ્વનિ ઝીલે દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન સહિત.

સત સત નમન કે. આસીફ, પૃથ્વીરાજ ક્પૂર, મધુબાલા, દિલીપ કુમાર, દુર્ગા ખોટે, નિગાર સુલતાના, અજીત અને મુરાદને સંગીતકાર નૌશાદજીને. આપ સૌએ પ્રગટાવેલો દીપક પુન: પ્રજવલિત કર્યો છે. ફિરોઝ અબ્બાસ ખાન અને પ્રોડ્યુસર શાપુરજી મિસ્ત્રી અને ખુશરો સુટુક.

સંવાદ :

  • “ સલીમ તુજે જીને નહિ દેંગા ઓર

હમ તુજે મરને નહિ દેંગે ”

  • અકબર
  • “ આપ કે હિસ્સે મેં ગુલાબ હૈ ઓર

અનારકલી આપ કે હિસ્સે મેં કાંટે. ”

  • સલીમ

અનારકલી : કાંટો કો મુરઝા જાને કા ખોફ નહિ હોતા.

  • “ યે રાજપૂત કી જબાન હૈ મેરે આખરી

લહૂં તક અનારકલી કી હિફાજત કરુંગા ”

  • દુર્જન
  • “ સલીમ એક કનીઝ હિન્દુસ્તાન કી

મલ્લિકા નહી બન શકતી – તુજે ઉસે ભૂલના હોગા ”

  • જોધા
  • “ મરને સે પહેલે અનારકલી કોઈ આખરી મુરાદ ”
  • માનસિંઘ

અનારકલી : હિન્દુસ્તાન કી મલ્લિકા બનાદો, ઓર મેં યહ હરગિસ નહિ ચાહતી કે શહઝાદે કી ખ્વાઈશ અધુરી રહ જાય. વરના શહઝાદે સલીમને મુઝે વચન દીયા થા કિ તુમ મલ્લિકા બનોગી વહ પૂરા નહિ હોગા.

તખલીયા.

Next Story