Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની શાળાનાં બે ગુમ થયેલા બાળકો હેમખેમ મળી આવતા હાશકારો

અંકલેશ્વરની શાળાનાં બે ગુમ થયેલા બાળકો હેમખેમ મળી આવતા હાશકારો
X

પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાનાં ડર થી સ્કૂલ માંથી ભાગી ગયા હતા

અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કુલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા બે બાળકો પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાનાં ડર થી શાળા માંથી ભાગી ગયા હતા, જેના કારણે શાળાનાં શિક્ષકો, સંચાલકો, બાળકોનાં વાલીઓ દ્વારા દિવસ દરમિયાન બંનેની ભારે શોધખોળ કરી હતી, અને રાત્રીએ તેમાં સફળતા મળી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલનાં ધોરણ 7માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ તારીખ 7મીનાં રોજ તંત્રને દોડતું કરી દીધું હતુ. શાળામાં પરીક્ષાનાં માર્ક્સ વાલીઓની હાજરીમાં બતાવવાનાં હોય આ બંને રાબેતા મુજબ શાળામાં આવ્યા હતા, પરંતુ ઓછા માર્ક્સ આવવાનાં ડર થી બંને સ્કૂલ માંથી ભાગી ગયા હતા, અને તેઓનાં વાલીઓ શાળામાં આવ્યા બાદ બંને ક્યાંય નજર નહિ આવતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી.

શાળાનાં સીસીટીવી કેમેરામાં પણ બંને સ્કૂલમાં આવ્યા હોવાનું નજરે પડયુ હતુ,અને પાછળનાં ગેટથી તેઓએ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ,બાળકોનાં વાલીઓ સહિત શાળાનાં શિક્ષકો,સંચાલકો અને જીઆઇડીસી પોલીસ દ્વારા બંને ભારે શોધખોળ કરવામાં આવી હતી.અને પોલીસ બંનેનાં ગુમ થવા અંગેની ફરિયાદ પણ દર્જ કરી હતી.

જોકે આખા દિવસ દરમિયાન ચાલેલી આ સંતાકૂકડી બાદ રાત્રીએ બંને વિદ્યાર્થીઓ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીકની એક હોટલ પાસેથી હેમખેમ મળી આવ્યા હતા.જેના કરને તેઓનાં વાલીઓ, શાળા સંચાલકો, શિક્ષકો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story