Connect Gujarat
બ્લોગ

બીજી મા : સિનેમા હેલો... તુમ્હારી સુલુ

બીજી મા : સિનેમા હેલો... તુમ્હારી સુલુ
X

‘ગુડ મોર્નિગ મુંબઇ’ મુન્નાભાઈમાં આપણે સૌએ સાંભળ્યુ હતુ, જોયુ હતુ. કપાળ અને લલાટ પરથી લટને આંગળી વડે ઉપર લઈ જતી વિદ્યાબાલન નજર સમક્ષ છે. એન્ટરટેઈનમેન્ટ (ત્રણ વાર) બોલી નેશનલ એવોડૅ વિનર વિદ્યાબાલન ફરી ‘તુમ્હારી સુલુ’ માં ગૃહીણી, હાઉસવાઈફ શું ન કરી શકે ? એનો પડકાર ઝીલે છે. માય ગોડ ! આટલા સ્થૂળ શરીર સાથે એ જે અભિનય કરે છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં યાદ કરો ‘સપનો કા સોદાગર’માં રેખાને. ભદ્દી લાગે, અમિતાભ બચ્ચન લંબાઈ અધધધ અને ત્રીજી વિદ્યાબાલન ત્રણેયને શરીર નડ્યું નથી, કારણ કે અભિનય રગ રગમાં છે. રેખા, ‘ઉત્સવ’, મિ. નટવરલાલ, ઉમરાવજાન, મુક્કદ્દર કા સિંકદરમાં યાદ કરો. અમિતાભ અવાજનો શહેનશાહ, જંજીર, દિવાર, સિલસિલા, કભી કભી, મુક્કદ્દર કા સિંકદર, મોહબ્તેમાં એમણે ફિલ્મ અને વિજ્ઞાપન બન્ને સર કર્યું. ‘જ્સ્ટ ડાયલ’.

હવે વિદ્યાબાલન સાડી, ભારતીય પોષાક લાજવાબ. સાડીમાં કંઈ દમ નહિ પણ પહેરનાર પહેરીને એને શોભાવે એ વિદ્યાબાલન, સુલોચના ગુપ્તા : સુલુ એ પુરવાર કર્યું. હસાવે, ખૂબ હસાવે, પાંપણ ભીની પણ કરે, અસ્સલ ભારતીય સંસ્કૃતિ, પરિવારમાં સૌથી પહેલો પતિ, પુત્ર એની રોજનીશી બદલાય, પિતા બહેનો ખીજાય, સાદી સીધી એક લીટીમાં જીવતા પરિવારમાં ધરતીકંપ આવે. સુનામી સર્જાય. ‘તુમ્હારી સુલુ’ જોવું જ પડે. આ વર્ષની એવૉર્ડ સેરેમનીમાં એવૉર્ડ મળવો જ રહ્યો.

મારીયા (નેહા ધૂપિયા), અશોક(માનવ કૉલ), પંકજ(વિજય મોર્ય), અલબેલી(મલિષ્કા મેન્ડોન્સા), લેડી ડ્રાયવર(તૃપ્તિ ખામકર), પ્રણવ(અભિષેક શર્મા) બધાનો અભિનય બેલેન્સડ. મુંબઈના વિરારમાં રહેતી ગૃહિણી સુલોચના પતિ અશોક કે જે યુનિફોર્મ બનાવતી જમનાદાસ એન્ડ સન્સની પેઢી દર પેઢી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે એક દાયકાથી નોકરી કરે છે. એનો ૧૧ વર્ષનો દીકરો પ્રણવ અંગ્રેજી મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કરે, સુલોચના આનંદી છે, રેડિયો વગાડીને રોજીદું કામ કરવાની એને ટેવ છે. એથી જેટલી પણ કોનટેસ્ટ એ જાણે કે કૂદી પડે અને ઈનામ પણ મેળવે. એક સ્પર્ધામાં વિજેતા બનવા બદલ પ્રેશર કુકર મળે. પ્રેશર કુકર લેવા માટે રેડિયો સ્ટેશન ‘વોવ’ પર જાય ત્યાં એ રેડિયો જોકી બનવાની એડ જુવે, તૂટી પડે, મરી પડે અને આર.જે બને. જોબ રાતની શિફ્ટમાં મળે. તેના પતિની નોકરીમાં ટેન્શન વધતું જાય કારણ કંપનીની ચોથી પેઢીનો પુત્ર કંપનીના કામકાજમાં સીધી દખલગીરી કરે. સુલુનો કેરિયર ગ્રાફ ઊંચો જાય એમ અશોકનો નીચો. પતિ પત્ની વચ્ચેની અહમ્ નો ટકરાવ એમાં પુત્ર પ્રણવનો સ્કૂલનો દેખાવ નબળો, કુસંગે ચઢે, સ્કૂલેથી કાઢી મૂકે. બસ ! વાચકમિત્રો હવે એક શબ્દ આગળ નહિ લખું. ‘તુમ્હારી સુલુ’ તમારી રાહ જોઈ રહી છે. નિરાશ થશો નહિ એની ખાતરી આપું છું. હેલૉ...

Next Story