Connect Gujarat
ગુજરાત

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાષ્ટ્રપતિની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાષ્ટ્રપતિની ચૂંટણીનો કર્યો બહિષ્કાર
X

દેશના 14માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી છે, સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આદિવાસીઓને તેઓના હક ન મળતા ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

[gallery size="full" type="slideshow" ids="28521,28522,28523,28524,28525,28526,28527,28528,28529,28530,28531,28532,28533,28534,28535"]

આ અંગે ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાનાં સહાયક અંબાલાલભાઈ જાદવ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ આ અંગેની પુષ્ટિ કરી હતી, અને જણાવ્યુ હતુ કે આદિવાસીઓના હકો માટે પેસા કાનુન અને બંધારણીય સૂચિ પાંચ અને છ લાગુ થવી જોઈએ તે રાજ્ય કે કેન્દ્ર સરકાર લાગુ ન કરી શકે તો રાષ્ટ્રપતિએ લાગુ કરવાના આદેશ આપી શકે છે.પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

વધુમાં આદિવાસીઓના હક માટે જો દેશના રાષ્ટ્રપતિ પણ કંઈજ ન કરી શકતા ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

Next Story