Connect Gujarat
બ્લોગ

વાસ્તવિકતા સ્વીકારવી જ રહી

વાસ્તવિકતા સ્વીકારવી જ રહી
X

રાજ્ય સરકાર સરકારી પ્રાથમિક શાળાઓમાં એક વિદ્યાર્થી દીઠવર્ષે રૂપિયા 42,700નો ખર્ચ કરે છે.

ખાનગી શાળાઓ કેવી રીતે વર્ષે રૂપિયા 15 કે 25 હજારમાં ગુણવત્તા અને સુવિધાવાળું શિક્ષણ આપી શકે ?

સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણવા આવે તે માટે રાજ્ય સરકાર પ્રવેશોત્સવ, બેટી ભણાવો સહિતના કાર્યક્રમો યોજી કરોડો રૂપિયા ખર્ચે છે.

ખાનગી શાળાઓ કાંઇ વિદ્યાર્થીઓને ફરજિયાત પોતાની શાળામાં ખેંચી જતી નથી. જેને જ્યાં ભણવું છે તે ત્યાં પોતાની રીતે ક્ષમતા પ્રમાણે ભણે છે.

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો ક્રમાંક 16 માંથી નીચો ઉતરીને 18 થયો છે.

સરકારી શાળાઓની સરખામણીએ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનું પરિણામ ઘણું ઊંચું આવે છે.

ગુજરાતની ઘણી સરકારી શાળાઓમાં (સરકારી અનુદાન મેળવતી સહિત) પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી.

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

બાળકને શિક્ષણનો હક મળે તે જોવાની જવાબદારી સરકારની છે. પરંતુ એટલી સરકારી શાળાઓ નથી કે તમામ બાળકોને શિક્ષણ આપી શકાય.

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ સામાજિક સેવાના ભાગરૂપે શિક્ષણ કાર્ય ઉપાડ્યું છે, ત્યારે તે માટે થતાં ખર્ચને વાલીઓ નફા સાથે કેવી રીતે સરખાવી શકે ?

સરકાર અને શાળાના સંચાલકો વિરુદ્ધ ચાલી રહેલી ફી અંગેની લડાઇની અસર સીધી બાળકોના માનસ પર પડી શકે છે.

વિદ્યાર્થીઓ એવું જ સમજે છે કે આ શિક્ષકો અને વાલી વચ્ચેની લડાઇ છે, તેના કારણે બાળકોની નજરમાં શિક્ષકો નીચા જઇ રહ્યા છે. આ કેટલું યોગ્ય છે ?

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ અને સરકાર વચ્ચે ફી અંગે ચાલી રહેલા કાયદાકીય જંગથી શિક્ષકોમાં હવે વાલીઓમાં શ્રદ્ધા ઓછી થઇ રહી છે.

ઓછી ફી મળવાથી સ્કૂલ સારી સુવિધાઓ અને સારા શિક્ષકોને નહીં રાખી શકે. શું તેનાથી તમારા સંતાનના પરિણામ પર અસર નહીં પડે ?

# વોટ્સ અપ પર મળેલુ.

Next Story