Connect Gujarat
ગુજરાત

ગુજરાતની દોડવીર સરિતા ગાયકવાડનો ઇન્ડોનેશિયાની એશિયન ગેમ્સમાં ડંકો, ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાતની દોડવીર સરિતા ગાયકવાડનો ઇન્ડોનેશિયાની એશિયન ગેમ્સમાં ડંકો, ગોલ્ડ મેડલ જીત્યો
X

ઇન્ડોનેશિયામાં ગુજરાતની યુવતી અને ડાંગની રાજધાની તરીકે ઓળખાતી સરિતા ગાયક્વાડે ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડે 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ સાથે સમગ્ર દેશ અને ગુજરાત સહિત ડાંગનું ગૌરવ વધ્યુ છે. સરિતાએ ગોલ્ડ મેડલ જીતતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.

ઇન્ડોનેશિયા ખાતે એશિયન ગેમ્સ યોજાઈ હતી. જેમાં ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતાએ આ મેડલ 400 મીટર રીલે દોડ માત્ર 58.8 સેકન્ડ સાથે જીત્યો. સરિતાએ ગોલ્ડ મેળવતા ગુજરાત-ડાંગનું ગૌરવ વધ્યું છે. સરિતાએ ઈન્ડોનેશિયામાં ગોલ્ડ મેડલ મેળવતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે સરિતાનું લક્ષ્ય ઓલમ્પિક્સમાં ભાગ લઈને દેશ તેમજ ગામનું નામ રોશન કરવાનું છે, અને અથાગ પરિશ્રમ બાદ તેણીને જરૂર સફળતા મળશે તેવો વિશ્વાસ પણ સરિતાએ વ્યક્ત કર્યો છે.

Next Story