Connect Gujarat
ગુજરાત

નર્મદાની કેનાલ નેટવર્ક પર પાણીની ચોરી અટકાવવા માટે SRP જવાનોની ફોજ ખડકાઈ

નર્મદાની કેનાલ નેટવર્ક પર પાણીની ચોરી અટકાવવા માટે SRP જવાનોની ફોજ ખડકાઈ
X

નર્મદાનાં પાણી સરકારનાં માથાનો દુખાવો બનતા જાય છે.પહેલા 15 માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાની વાત બાદ હવે ડેમ થી 10 કિલોમીટરનાં વિસ્તારનાં ખેડૂતોને બકનળીઓ દ્વારા ખેડૂતો પાણી લેતા અટકાવવા માટે સરકારે સરદાર સરોવરની મેન કેનલ થી કચ્છ સુધી એસઆરપી જવાનોની ફોજ ખડકી દીધી છે.

હાલ નર્મદા ડેમની સપાટી માત્ર 111.02 મીટર છે,સરકાર પણ ચિંતિત બની અને ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનું બંધ કરાયુ છે. અને ડેમ માંથી કેનાલમાં પાણી છોડી પીવાનાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરાઇ રહી છે.

નર્મદા કેનાલમાં બકનળી કે અન્ય માધ્યમથી પાણીની થતી ચોરી અટકાવવા સરકારનાં આદેશ થી કેનાલ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડેમનાં જીરો પોઇન્ટ થી જિલ્લામાં 281 કિ.મીનાં કેનાલ નેટવર્ક પર નર્મદા બટાલીયનનાં જવાનો પહેરો રાખી રહયા છે.અને જો કોઈ ખેડૂત બકનળી કે મશીન દ્વારા ખેતરમાં પાણી લેતા ઝડપાશે તો આ જવાનો દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Next Story