Connect Gujarat
ગુજરાત

2019 લોકસભા ચૂંટણીનાં શ્રી ગણેશ મોદીના ગઢ ગુજરાત થી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ

2019 લોકસભા ચૂંટણીનાં શ્રી ગણેશ મોદીના ગઢ ગુજરાત થી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ
X

ભાજપનો ગઢ ગણાતાં ગુજરાતમાંથી કૉંગ્રેસ પોતાના ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરી ચુકી છે. 1961 બાદ ગુજરાતમાં કૉંગ્રેસની સર્વોચ્ચ સમિતિ 'કૉંગ્રેસ વર્કિંગ કમિટી'ની બેઠકનું આયોજન કરાયું હતું.

અમદાવાદના શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારક ખાતે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક થઈ ગઈ છે.આ બેઠકના ઉપલક્ષે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ ચૅરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘ, પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપરાંત ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, રાજીવ સાતમ જેવા નેતાઓ આવી પહોંચ્યાં છે.આ બેઠક પૂર્વે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘ, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શહીદ સ્મારક, ગાંધી આશ્રમમાં શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી સાબરમતી આશ્રમ ખાતે જ પ્રાર્થના સભાનું આયોજન પણ કરાયું હતું.

આ બેઠક દરમિયાન વર્તમાન મોદી સરકારના શાસન, કૃષિ નીતિ અને આર્થિક નિતિઓ, રોજગારીની સમસ્યા, રાષ્ટ્રીય સુરક્ષા જેવી બાબતો પર ચર્ચા કરાઇ હતી.અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સૌ પહેલાં પ્રાર્થના સભાનું આયોજન જે બાદ શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મૃતિ સ્મારક ખાતે કારોબારી કમિટીની બેઠક શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વર્ષ 1961માં ગુજરાતના ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. છેલ્લા થોડા દિવસોમાં કૉંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામાં ધરી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે અને મંત્રીપદ પણ મેળવી રહ્યા છે.

Next Story