Connect Gujarat
દુનિયા

21મી કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુને હરાવી  સાઇન નેહવાલે ગોલ્ડ જીત્યો

21મી કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુને હરાવી  સાઇન નેહવાલે ગોલ્ડ જીત્યો
X

સાઇના નેહવાલે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટનના મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતીની ફરી એક વખત બતાવી દીધું કે તે હજુ પણ દેશની ટોપ શટલર છે. ફાઇનલ મુકાબલામાં તેણે પોતાના જ દેશની સ્ટાર શટલર પીવી સિંધુને ખૂબ જ કડક મુકાબલા 21-18 અને 23-21થી જીત નોંધાવી. પહેલી ગેમ માત્ર 22 મિનિટ સુધી ચાલી તો બીજી ગેમ ખત્મ થવામાં 34 મિનિટ લાગી. આ દરમ્યાન બંને ખેલાડીઓ માટે એક-એક પોઇન્ટ માટે જબરદસ્ત ટક્કર જોવા મળી.

કોમનવેલ્થ ગેમ્સમાં સાઇન નેહવાલનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આમ તે ભારતની પહેલી શટલર છે. આની પહેલાં તેણે દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ -2010માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સૌથી મોટી વાત એ છે કે પહેલી વખત એવી તક છે જ્યારે બેડમિન્ટના મહિલા સિંગલ્સનો ગોલ્ડ અને સિલ્વર મેડલ બંને ભારતના ખાતામાં આવ્યો. જો વાત કરીએ સાઇના વર્સીસ સિંધુની તો આની પહેલાં બંને વચ્ચે ગયા વર્ષે નવેમ્બરમાં સીનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં સામ-સામે હતા, તેમાં પણ સાઇનાએ જીત નોંધાવી હતી

Next Story