Connect Gujarat
Featured

રાજકોટ : હેરિટેજ કાર સાથે ગોંડલ આવી પહોચી રોયલ ઈનક્રેડિબલ ઈન્ડિયા રેલી, રાજવી પરિવારે કર્યું ભવ્ય સ્વાગત

રાજકોટ : હેરિટેજ કાર સાથે ગોંડલ આવી પહોચી રોયલ ઈનક્રેડિબલ ઈન્ડિયા રેલી, રાજવી પરિવારે કર્યું ભવ્ય સ્વાગત
X

21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલચરલ દ્વારા આયોજિત રોયલ ઈનક્રેડિબલ ઈન્ડિયા રેલી રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા રાજવી પરિવારની મહેમાન બની હતી.

21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ એક પ્રીમિયર ઇવેન્ટ છે, જે એશિયાની ભવ્ય કોનકર્સ ડી એલીગન્સ આયોજન માટે પ્રખ્યાત છે. જેને ભારત ટુરીઝમ મંત્રાલય ગુજરાત પર્યટન અને રાજસ્થાન પર્યટનનું પ્રોત્સાહન મળી રહ્યું છે. આ કાર રેલી ગોંડલ પહોંચી ત્યારે દેશ-વિદેશથી આવેલા મહેમાનોનું રાજવી પરિવાર દ્વારા કુમકુમ તિલક અને પુષ્પ, ચોખાથી સ્વાગત કરાયું હતું. જેમાં રાત્રી રોકાણ કર્યા બાદ સવારે ગોંડલના મહારાજા જ્યોતેન્દ્રસિંહજીના હસ્તે રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલી ગોંડલથી ગીર જવા નીકળી હતી. જેમાં ગોંડલના યુવરાજ હિમાંશુસિંહજી પણ જોડાયા હતા.

ગોંડલ રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશ રાધનપુરા અને મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રોયલ ઈનક્રેડિબલ ઈન્ડિયા રેલી આશરે 3500 કિલો મીટરની મુસાફરી કરવા જઈ રહી છે. જેમાં 23 દિવસની વૈભવી રેલી ભારતના રજવાડાઓની મહેમાનગતિ માણવાની સાથે સમૃદ્ધ શાહી ભારતીય હેરિટેજના 17 શહેરોની પણ મુલાકાત લેશે.

Next Story