Connect Gujarat
ગુજરાત

જાણો ઇતિહાસ: 4 ડિસેમ્બરના રોજ કેમ ઉજવાય છે “ઇંડિયન નેવી ડે” અને શું છે પાક સાથે સંબંધ?

જાણો ઇતિહાસ: 4 ડિસેમ્બરના રોજ કેમ ઉજવાય છે “ઇંડિયન નેવી ડે” અને શું છે પાક સાથે સંબંધ?
X

આજે 4 ડિસેમ્બર છે અને આજનો દિવસ “ઇંડિયન નેવી ડે” તરીકે ઉજવવામાં આવે છે. આજે આખો દેશ નૌસેના દિવસ માનવી રહ્યો છે. જવાનોની બહાદુરી અને બલિદાનને યાદ કરવામાં આવે છે. ત્યારે આજના આ પ્રસંગે નેવલ ચીફ એડમિરલ કરામબીરસિંહે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

4 ડિસેમ્બરે જ કેમ મનાવાઈ છે ‘નેવી ડે’?

1971ના વર્ષમાં 4 ડિસેમ્બરના રોજ ભારત-પાક યુદ્ધ દરમિયાન, નૌકાદળ દ્વારા પાકિસ્તાનના કરાચી બંદરનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લીધે આ દિવસે ભારતીય નૌકાદળની જીતના ભાગરૂપે નેવી ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ખરેખર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી નાપાક હરકતનો પ્રતિસાદ હતો. આ જીતને 'ઓપરેશન ટ્રાઇડન્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતે કરાચીમાં પાકિસ્તાની નૌકાદળના મુખ્યાલયને આ હુમલામાં નિશાન બનાવ્યું હતું. હુમલો એટલો જબરદસ્ત હતો કે કરાચી બંદર સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું, અને તેની આગ સતત સાત દિવસ સુધી હોલવાઈ ન હતી.

Image result for india navy day

જોઈએ ભારતીય નૌકાદળનો ઇતિહાસ

  • ભારતીય નૌકાદળનો ઇતિહાસ વર્ષ 1612 થી શરૂ થાય છે. જ્યારે કેપ્ટન બેસ્ટે પોર્ટુગીઝનો સામનો કરવો પડ્યો હતો અને તેમને પણ હરાવી દીધા.
  • સમુદ્રી લૂટારૂઓ દ્વારા આ પહેલી ઘટના હતી, કે જેના કારણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરત નજીક કાફલો બનાવવાની ફરજ પડી હતી.
  • 5 સપ્ટેમ્બર 1612ના રોજ, લડાકુ વહાણોની પ્રથમ બેચ આવી, તે સમયે તેને ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન કહેવાતી હતી.
  • વર્ષ 1662માં બોમ્બેને બ્રિટીશના હવાલે કરાયું હતું. પરંતુ તેમણે સત્તાવાર રીતે વર્ષ 1665માં અહીં સત્તા સ્થાપિત કરી. આ પછી, 20 સપ્ટેમ્બર 1668ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીનને બોમ્બેના ધંધાનું ધ્યાન રાખવાની જવાબદારી પણ સોંપાઇ હતી.
  • 1686 સુધીમાં, બ્રિટીશ વેપાર સંપૂર્ણપણે બોમ્બે સ્થળાંતર થઈ ગયો. આ પછી આ ટુકડીનું નામ પૂર્વ ભારત મરીનથી બદલીને બોમ્બે મરીન કરવામાં આવ્યું.
  • બોમ્બે મરીને 1824માં મરાઠા, સિંધી યુદ્ધ તેમજ બર્મા યુદ્ધમાં ભાગ લીધો હતો.
  • વર્ષ 1830માં બોમ્બે મરીનનું નામ મહામહિમ ભારતીય નવકાદળ રાખવામાં આવ્યું.
  • વર્ષ 1863 થી 1877 સુધી તેનું નામ બદલીને બોમ્બે મરીન કરવામાં આવ્યું અને વર્ષ 1877માં તેનું નામ ફરીથી બદલીને મહામહિમ ભારતીય નવકાદળ કરવામાં આવ્યું.
  • જે પછી તેને 1892 માં બદલીને રોયલ ઇન્ડિયન મરીન કરવામાં આવ્યું. તે સમયે, તેમાં 50 થી વધુ વહાણો જોડાયા હતા.
  • પ્રથમ વિશ્વયુદ્ધમાં, બોમ્બે અને એડેનને ખાણો વિશે જાણ થઈ ત્યારે રોયલ ઇન્ડિયન મરીન ખાણો, પેટ્રોલિંગ જહાજો અને ટુકડી વાહકોના કાફલા સાથે કાર્યવાહીમાં લાગી ગઈ. તેનો ઉપયોગ મુખ્યત્વે પેટ્રોલિંગ, સૈનિકોની ફેરી અને ઇરાક, ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના યુદ્ધ માટે કરવામાં આવતો હતો.
  • પહેલા ભારતીય જેમને રોયલ ઈન્ડિયન મરીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમનુ નામ લેફ્ટનન્ટ ડી.એન. મુખર્જી હતું. તે એન્જિનિયર અધિકારી તરીકે 1928માં રોયલ ઇન્ડિયન મરીન સાથે જોડાયા હતા.
  • વર્ષ 1934માં રોયલ ઇન્ડિયન નેવી તરીકે રોયલ ઇન્ડિયન મરીનનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં રોયલ ઇન્ડિયન નેવી પાસે આઠ યુદ્ધ જહાજો હતા. યુદ્ધના અંત સુધીમાં તેની ક્ષમતા અનેકગણી વધી ગઈ. અત્યાર સુધીમાં, રોયલ ઇન્ડિયન નેવી પાસે 117 લડાઇ જહાજો અને 30,000 જવાનો હતા.
  • આઝાદી સમયે, ભારત પાસે દરિયાકાંઠાના પેટ્રોલિંગ માટે 32 જૂના જહાજો અને રોયલ ઇન્ડિયન નેવીના નામે 11,000 અધિકારીઓ અને બીજા જવાનો હતા.
  • 26 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતને રાજાશાહી તરીકે ગણવામાં આવ્યું, ત્યારબાદ રાજશાહીનો અંત આવ્યો.
  • ભારતીય નૌકાદળના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ એડમ સર એડવર્ડ પેરી હતા, જેમણે 1951 તેમની તમામ જવાબદારી એડમ સર માર્ક પાઈઝેને સોંપી હતી. ત્યાર બાદ 1956માં રામદાસ ખત્રી પ્રથમ ભારતીય ધ્વજ અધિકારી બન્યા અને 2 ઓક્ટોબરના રોજ તેમને કમાંડર ઓફ ધ ફીટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

Next Story