500-1000 નો છેલ્લો દિવસ, કેશલેસની બોલબાલા

New Update
500-1000 નો છેલ્લો દિવસ, કેશલેસની બોલબાલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 8મી નવેમ્બર 2016 મી ની રાત્રી થી રૂપિયા 500 અને 1000ની નોટને દેશના ચલણ માંથી રદબાતલ કરીને આ નોટોને 30મી ડિસેમ્બર સુધી બેંક સહિતની એજન્સીઓમાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી, જે મુજબ છેલ્લા દિવસે કરન્સી જમા કરાવવા માટે નહિ પરંતુ બેંક માંથી ઉપાડવા માટેની ભીડ જોવા મળી રહી છે.

30મી ડિસેમ્બર નોટબંધી અંતિમ દિવસ છે અને ત્યારબાદ જૂની નોટો 31મી માર્ચ 2017 સુધી રિઝર્વ બેંકમાં જમા કરી શકાશે. જ્યાર થી નોટ બંધી અમલમાં આવી છે ત્યાર થી બેંકોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જયારે શરૂઆતમાં રૂપિયા 500 અને 1000ની નોટો જમા ઉપરાંત એક્સચેન્જ કરાવવા માટે ગ્રાહકોની ભીડ બેંકમાં જોવા મળતી હતી.પરંતુ તેની મર્યાદા ઓછી થયા બાદ બેંકોમાં રોકડ ઉપાડ માટે ગ્રાહકો એ લાંબી કતારો લગાવી રહ્યા છે.

એક તરફ ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે આ નિર્ણયને લોકો આવકારી રહ્યા છે, અને સરકારના કેશલેસ યોજનાનો અમલનો પણ સ્વીકાર લોકો કરી રહ્યા છે પરંતુ હજી પણ બેંક માંથી પૂરતી રોકડ ન મળતા લોકો હાડમારી વેઠી રહ્યા છે. જયારે કેશલેસના અપડેટમાં મોટાભાગ ના ATM પણ કેશલેસ છે જે હવે કાર્યરત થાય તેવી લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.