દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે પરંતુ મૃત્યુઆંક હજુ પણ ભયજનક છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 67,597 નવા કેસ નોંધાયા છે, 1,80,456 લોકો સ્વસ્થ થયા છે અને 1,188 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કોરોનાના નવા કેસની વાત કરીએ તો ગઈકાલની સરખામણીમાં આજની સંખ્યા 19.4 ટકા ઓછી છે. જે રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ છે તેમાં કેરળ (22,524 નવા કેસ), મહારાષ્ટ્ર (6,436), કર્ણાટક (6,151), તમિલનાડુ (5,104), મધ્ય પ્રદેશ (3,945)નો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 13,46,534 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 67,597 નવા કોરોનાના કેસ, 1188 લોકોના મોત
દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે પરંતુ મૃત્યુઆંક હજુ પણ ભયજનક છે.
