Connect Gujarat
ગુજરાત

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયા

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયા
X

ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 76.29 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 88 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરીક્ષા આપવા માટે કુલ 5.27 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ સાથે પાસ થયા છે.

3.71 લાખ વિદ્યાર્થિઓએ ધોરણ 12ની સામાન્ય પ્રવાહપરીક્ષા આપી હતી જેમાંથી 2.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.. ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સની સ્ટ્રીમની પરીક્ષા 5 માર્ચથી 12 માર્ચ વચ્ચે લેવાય હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને પગલે પરિણામ જાહેર થવામાં મોડું થયું હતું. બધા વિદ્યાર્થીઓએ પાસ થવા માટે 33 ટકા લાવવા જરૂરી છે અને બધા વિષયમાં ઓછામાં ઓછા 33 માર્ક હોવા જરૂરી છે.

Next Story