Connect Gujarat
Featured

ખાનગી બેંક ICICI બેન્કે કર્મચારીઓના પગારમાં 8% વધારો કરવાનો કર્યો નિર્ણય

ખાનગી બેંક ICICI બેન્કે કર્મચારીઓના પગારમાં 8% વધારો કરવાનો કર્યો નિર્ણય
X

દેશની બીજા નંબરની સૌથી મોટી ખાનગી બેંક ICICI બેન્કે તેના કર્મચારીઓના પગારમાં 8%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકમાં ફ્રન્ટલાઈનમાં કુલ 80 હજાર કર્મચારી છે. તેનાથી આ બધાના પગારમાં વધારો થશે. આ આંકડો તેના કુલ કર્મચારીઓનો 80% છે. તેવી જ રીતે, ફ્યુચર જનરલી ઇન્શ્યોરન્સે પણ તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

કર્મચારીઓએ કોરોનાના સમયમાં ખૂબ જ સારું કામ કર્યું છે. આ સેવાઓને ધ્યાનમાં રાખીને બેન્કે પગાર વધારવાનું નક્કી કર્યું છે. બેંકના જણાવ્યા અનુસાર નાંણાકીય વર્ષ 2020-21માં 8% પગારમાં વધારો થશે. તે જુલાઈથી અમલમાં આવશે. આ કર્મચારીઓ એમ-1 અને નીચેના ગ્રેડના છે. આ લોકો ગ્રાહકોની સુવિધામાં સૌથી વધુ ભાગ ભજવે છે. આ લોકો શાખાઓની કામગીરી અને બેંકની કામગીરીને સુનિશ્ચિત કરે છે.

બીજી તરફ ફ્યુચર જનરલીના મેનેજીંગ ડિરેક્ટર અનૂપ રાઉએ કહ્યું કે, આર્થિક સંકટનો સામનો કરવા છતાં કર્મચારીઓનું પ્રમોશન અને પગારમાં વધારો થશે. આ સાથે, કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે નહીં. હાઉસકીપિંગથી લઈને તમામ સ્ટાફને બોનસ મળશે અને પગારમાં વધારો કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે જો સક્રિય એજન્ટ કોવિડ-19માં પોઝિટીવ આવશે, તો તેમને પ્રોત્સાહન રૂપે રૂ. 50,000ની રકમ તેમને અને તેના પરિવારને આપવામાં આવશે.

Next Story