ગુજરાતનું એક એવું સ્થાન કે જ્યાં છે ચોકીદાર દેવનું મંદિર...જાણો ક્યાં ?

New Update
ગુજરાતનું એક એવું સ્થાન કે જ્યાં છે ચોકીદાર દેવનું મંદિર...જાણો ક્યાં ?
  • ચોકીદાર દેવના નમન કરી અને તેની મંજૂરી મેળવ્યા બાદ જ તેઓ દેવમોગરા માતાના દર્શન કરવા માટે જાય છે.

  • સ્થાનિકો દેવદરવાણીયા ચોકીદાર દેવ કહે છે

ચોકીદાર શબ્દની રાજકારણમાં ભારે બોલબાલા છે. એક તરફ ભાજપ કેમ્પેઇન ચાલી રહ્યું છે ‘મેં ભી ચોકીદાર’ અને બીજી તરફ કોંગ્રેસ ‘ચોકીદાર ચોરી’નું કેમ્પેન ચલાવે છે ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં એક એવું સ્થાન છે કે જ્યાં ચોકીદાર દેવનું મંદિર છે. જ્યાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા માટે આવે છે.

નર્મદા જિલ્લામાં આવેલું મંદિર ચોકીદાર દેવનું મંદિર અને દેવને સ્થાનિકો દેવદરવાણીયા ચોકીદાર દેવ કહે છે. આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે આ મંદિરથી થોડે દૂર આદિવાસીઓનાં કુળદેવી પાંડોરી માતાનું મંદિર આવેલું છે. અને ત્યાં જતા પહેલા એક દેવનું મંદિર છે અને આ દેવ રક્ષક મનાય છે.

રક્ષક એટલા માટે મનાય છે કે મંદિરે જતા પહેલા લોકો આ દેવના રક્ષકની પૂજા અર્ચના ખાસ કરે છે અને વર્ષો જૂની પરંપરા છે. જેના કારણે અહીંયા ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આવનારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ચોકીદાર દેવ છે તેની પૂજા-અર્ચના ખાસ કરે છે અને ચોકીદાર દેવના નમન કરી અને તેની મંજૂરી મેળવ્યા બાદ જ તેઓ દેવમોગરા માતાના દર્શન કરવા માટે જાય છે.

આવતા શ્રદ્ધાળુઓ પણ કહે છે કે આ ચોકીદાર મંદિરનું દર્શન કરવું ખૂબ જ આવશ્યક છે ત્યારે અમારા પ્રતિનિધિએ આ મંદિરની મુલાકાત લીધી અને લોકોનું શું કહેવું છે તે જાણવું હતું. આ મંદિરે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.

Latest Stories