/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
નવસારીમાં યોજાયો સરપંચ સમારોહ
કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત
કેન્દ્રીય મંત્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ
સરપંચોને ગામના વિકાસમાં ધ્યાન આપવા જણાવ્યું
કોન્ટ્રાકટર નહીં પરંતુ સરપંચ બનીને કામ કરવા કરી ટકોર
નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે.
સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છે, જાતે કામ કરવા માટે નહીં.
ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/29/ongc-fraud-2025-07-29-19-14-52.jpg)