Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાં કોરોનાના વધુ 94 કેસ, કુલ કેસ થયાં 2,272

અમદાવાદ : રાજયમાં કોરોનાના વધુ 94 કેસ, કુલ કેસ થયાં 2,272
X


અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારોમાંથી કોરોના વાયરસના દર્દીઓ સૌથી વધારે મળી આવ્યાં છે. કોરોનાના દર્દીઓના મામલે ગુજરાત હવે દેશમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

રાજયના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ ભલે દાવો કરતાં હોય કે ટેસ્ટીંગ વધ્યાં છે એટલે દર્દીઓની સંખ્યા વધી છે પણ કોરોનાના મામલે ગુજરાતમાં સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહયું છે. ગુજરાત હવે 2,272 દર્દીઓ સાથે દેશમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. મંગળવારે રાતથી બુધવારે સવાર સુધીમાં રાજયમાં 94 કેસ નોંધાયા છે જેમાં મહા નગર અમદાવાદના 61 કેસોનો સમાવેશ થવા જાય છે.રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધી 94 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 61, સુરતમાં 17 , વડોદરામાં 8 , અરવલ્લીમાં 5 , બોટાદમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. રાજયમાં વધુ 5 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,272 કેસ નોંધાયા છે અને તેમાં અમદાવાદમાં સૌથી વધુ 1,434 કેસ નોંધાયા છે.દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ વિસ્તારમાંથી કોરોનાના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યાં છે.

Next Story