શાહરૂખ ખાનના ફેન્સ સુપરસ્ટારની આગામી ફિલ્મ ‘જવાન’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યાં એક તરફ તેઓ ફિલ્મના ટ્રેલર અને ગીતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ તેઓ તેમની ફિલ્મને સ્પેશિયલ બનાવવા માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરી રહ્યા છે. દરમિયાન, શાહરૂખની ફેન ક્લબ ‘એસઆરકે યુનિવર્સે’ સવારે 6 વાગ્યે મુંબઈમાં ‘Gaiety Galaxy ‘માં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે. આ સાથે, આ સિંગલ સ્ક્રીન થિયેટર તેના 51 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વહેલી સવારનો શો યોજવા જઈ રહ્યું છે. અગાઉ, આ જ ક્લબ દ્વારા આ જ થિયેટરમાં શાહરૂખની અગાઉની ફિલ્મ ‘પઠાન’નો શો પણ યોજવામાં આવ્યો હતો. જો કે, તે શોનો સમય સવારે 9 નો હતો.આ અંગે માહિતી આપતા આ ક્લબે એક ટ્વિટ કર્યું છે. SRK યુનિવર્સે લખ્યું, ‘અમે છેલ્લી વખત આઇકોનિક Gaiety Galaxy માં સવારે 9 વાગ્યે ‘પઠાન’ના શોનું આયોજન કરીને ઇતિહાસ રચ્યો હતો. હવે અમે સવારે 6 વાગ્યે ‘જવાન’ માટે શોનું આયોજન કરીને ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગીએ છીએ.