ભરૂચમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર એટલે ત્રીપલ આઈડીના ભરૂચ સેન્ટરના 2023-24-25 માટેના નવા નિમાયેલ હોદ્દેદારોની શપથ ગ્રહણ વિધિ સાથે એવોર્ડ સેરેમની યોજાય હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર દ્વારા આયોજિત સેરેમનીમાં ઇન્સ્યુલેશન ઓફિસર અને પ્રસંગના અધ્યક્ષ તરીકે સુરતથી પધારેલા ત્રીપલ આઈડીના રાષ્ટ્રીય અધ્યક્ષ આર્કિટેક સારસ વાડિયાએ નવા નિમાયેલા પ્રમુખ આર્કિટેક શાહબુદ્દીન કોન્ટ્રાક્ટર અને તેમની ટીમને હોદ્દાની ઓથ લેવડાવી પીન પહેરાવી હતી,

જ્યારે અધ્યક્ષ આર્કિટેક સારસ વાડીયાએ ભરૂચ પોતાનું જન્મ સ્થળ હોવાનું જણાવી જૂની યાદો વાગોળતા ભાવવિભોર થયા હતા. વધુમાં તેમણે ત્રીપલ આઈડીની વર્ષોની સક્રિયતાને બિરદાવવાની સાથે નવા નિમાયેલા પ્રમુખ આર્કિટેક શાહબુદ્દીન કોન્ટ્રાક્ટર અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે પાસ્ટ પ્રેસિડેન્ટ મૈત્રી બુચે ગત 2 વર્ષમાં તેમની ટર્મમાં થયેલા કાર્ય વિશે માહિતી આપી, તેમની ટીમના તમામ સક્રિય સભ્યોને એપ્રિસિયેશન સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી નવાજ્યા હતા, જ્યારે નવા વરાયેલા પ્રમુખ શાહબુદ્દીન કોન્ટ્રાક્ટરે પોતાના વક્તવ્યમાં સૌનો આભાર વ્યક્ત કરી તેમને સોંપવામાં આવેલી જવાબદારી સારી રીતે નિભાવી ત્રીપલ આઈડી ભરૂચની સફરને આગળ ધપાવવા ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ બાદ હાજર સૌએ ગરબાની રમઝટ બોલાવી હતી. જોકે, અંતમાં સારસ વાડિયા અને તેમના પત્નિએ પ્રથમ ભરૂચ નદી કિનારે આવેલું રેવા સુજની સેન્ટર ગૃહ ઉદ્યોગની પણ મુલાકાત લીધી હતી.