અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’માં જોવા મળી હતી. હંમેશની જેમ એ ફિલ્મમાં પણ તેના કામના વખાણ થયા હતા. જો કે હવે અભિનેત્રી માતા બનવા માટે તૈયાર છે. તેણે તેના ચાહકોને પહેલેથી જ કહ્યું છે કે તે સપ્ટેમ્બરમાં તેના ઘરે નાના મહેમાનનું સ્વાગત કરવા જઈ રહી છે. ત્યારે હવે દીપિકાના બાળકની ડિલિવરી સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી છે.
દીપિકા પાદુકોણની ડિલિવરી ડેટ સામે આવી, આ માસમાં જ થશે નાના મહેમાનનું આગમન !
Featured | મનોરંજન | સમાચાર, અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'કલ્કિ 2898 એડી'માં જોવા મળી હતી. હંમેશની જેમ એ ફિલ્મમાં પણ તેના કામના વખાણ થયા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, દીપિકાની સાથે તેનો પતિ રણવીર સિંહ પણ ઘરમાં આવનારી આ ખુશીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો બધું પ્લાન પ્રમાણે ચાલ્યું તો દીપિકા 28 સપ્ટેમ્બરે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અનુષ્કા શર્માની જેમ તે પણ લંડનમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે.
