• અંકલેશ્વર શહેરનો બનાવ

  • જવાહર બાગમાં મુકાઈ છે મહાનુભાવોની પ્રતિમા

  • કોઈ ટીકળખોરનું કારસ્તાન

  • પ્રતિમા પર કીચડ ફેંકવામાં આવ્યું

  • શહેર ભાજપ દ્વારા પોલીસને અપાય અરજી

અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકળખોર દ્વારા કીચડ ફેકવામાં આવ્યું હતું ત્યારે આ મામલે શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે.
અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે.આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતાં તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઇ કરી હતી. માત્ર 10 દિવસમાં બીજીવારના આ કૃત્યને લઇ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. બાગમાં 24 કલાક ચોકીદાર હાજર રહેતાં હોવા છતાં આ ઘટના કઇ રીતે બની તે તપાસ નો વિષય છે. નગરપાલિકાએ પણ ઘટનાની તપાસ આદરી છે.