ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના વાગરા સ્થિત પખાજણ ખાતે શરૂ થયો છે. હિન્ડાલ્કો દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. કંપનીના પ્રમુખ અને યુનિટ હેડ કૌશિક વકીલે સભાને સંબોધિત કરી હતી અને પ્લાસ્ટિક કેરી બેગને બદલે શણની થેલીનો ઉપયોગ અને તેને રોજિંદા જીવનમાં અપનાવવા વિશે જણાવ્યું હતું. તેમણે રિસાયક્લિંગ પ્રોજેક્ટની વિશિષ્ટતા અને ગ્રીન પહેલ વિશે પણ માહિતી આપી હતી.
જેમ કે વિશ્વ કક્ષાની પ્રક્રિયા ટેકનોલોજી,પર્યાવરણ વડા ડો. સંજયકુમાર સીંગે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપનાવવામાં આવેલી ગ્રીન પહેલ વિશે મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈનો સંદેશ આપ્યો હતો. રિસાયક્લિંગ પ્રોજેક્ટે પખાજણ ગામમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજ્યો હતો અને પખાજણ ગામના તમામ રહેવાસીઓને શણની થેલીઓ અને રોપાઓનું વિતરણ કર્યું હતું.
